શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 28 ઑક્ટોબર 2023 (13:24 IST)

સુરત: પરિવારના 7 લોકોનો સામૂહિક આપઘાત

surat suicide
surat suicide
સુરતના અડાજણમાંથી હચમચાવી નાખતો બનાવ સામે આવ્યો છે. જે મુજબ સુરતના અડાજણમાં એક જ પરિવારના 7 લોકોએ સામૂહિક આપઘાત કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. હાલ પરિવારના સામૂહિક આપઘાત પાછળનું કારણ અકબંધ છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

 
 
મળતી માહિતી અનુસાર, સુરતના અડાજણ વિસ્તારમાં એક જ પરિવારના 7 લોકોએ જીવન ટૂંકાવી દેતા ખળભળાટ મચી ગયો છે. અડાજણ વિસ્તારમાં એક જ પરિવારના 6 સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. જ્યારે એક સભ્યએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારે ઝેરી દવા ગટગટાવી પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે. પતિ-પત્ની, માતા-પિતા અને એક બાળક અને બે બાળકી સાથે સામૂહિક આપઘાત કરી લીધો છે.  ઘરના મુખિયા મનીષ સોલંકીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે અને બાકીના સભ્યોએ ઝેરી દવા પીધી હોવાની શંકા છે.તો એકસાથે 7 લોકોના આપઘાત કરવા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.