ગુરુવાર, 4 જુલાઈ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 27 ઑક્ટોબર 2023 (16:04 IST)

ગુજરાત સરકાર વર્ગ-4ના કર્મચારીઓને બોનસ ચૂકવશે. એસટી કર્મચારીઓની પણ માંગ સ્વીકારી

આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્‍યાને લઇને વર્ગ-૪ ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને રૂપિયા 7000 હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે તેમ નાણા વિભાગની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવાયાનુસાર રાજય સરકારે વર્ગ-4 ના કર્મચારીઓને 7000 ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે.આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્‍ટ ઇન એઇડ (માન્‍યતાવાળા કર્મચારીઓ) તથા બોર્ડ નિગમના વર્ગ-4 ના અદાજે 21000થી વધુ કર્મચારીઓને લાભ મળશે તેમ વધુમાં જણાવાયું છે. બીજી તરફ એસટી નિગમના માન્ય ત્રણ કર્મચારી સંગઠનોની વિવિધ માગનો અંત આવ્યો છે.

26 ઓક્ટોબરે રાજ્ય વાહન વ્યવહાર મંત્રી, અધિકારીઓ અને કર્મચારી સંગઠનના હોદ્દેદારો વચ્ચે બેઠક યોજાઇ હતી. આ સંગઠનોમાં વર્કસ ફેડરેશન, કર્મચારી મહામંડળ, મજદૂર મહાસંઘનો સમાવેશ થાય છે. બેઠકમાં કર્મચારીઓના હિતમાં નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં બાકી એરિયર્સની ચૂકવણી દિવાળી પહેલા કરાશે, HRA નવેમ્બરથી ચૂકવાશે. સિનિયર અને જુનિયર કર્મચારીઓના ગ્રેડ પે અને પગાર બાબતે ચર્ચા કરાશે.વાર્ષિક રજાઓને લઈને પરિપત્ર જાહેર કરાશે, અવસાન પામેલા કર્મચારીઓના પરિવારને વળતર ચૂકવવા અંગે નિર્ણય લેવાશે. દિવાળી પહેલા પાર્ટ ટાઈમ કર્મચારીઓને બોનસ ચૂકવાશે. ઓવર ટાઈમની ચૂકવણી અંગે નિર્ણય લેવાશે, ફિક્સ પગારના કર્મચારીઓને ઉચ્ચક ફેસ્ટિવલ એડવાન્સ તરીકે 5 હજાર રૂપિયા અપાશે.