શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 માર્ચ 2023 (13:09 IST)

બોગસ PSI કેસમાં આરોપી મયુર તડવીને કોર્ટમાં કરાયો રજૂ, 8 દિવસના રિમાન્ડ મંજુર

mayur tadvi
આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે આક્ષેપો કર્યા બાદ સરકાર અને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. ગઈકાલે આરોપી સામે ગુનો નોંધાયા બાદ પોલીસ દ્વારા આજે તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં મયુર તડવીના 8 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યાં છે. પોલીસે મયૂર તડવીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. આરોપીને 10 માર્ચે બપોરે 2 વાગ્યે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 
 
ડીઆઈજી અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ પુછપરછ શરૂ કરી
ડભોડા પોલીસ મથકમાં મયુર તડવી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ખોટા ડોક્યુમેન્ટ બનાવી મયુર તડવી કરાઈ એકેડમીમાં છેલ્લા ઘણા સમયથી ટ્રેનિંગ લઈ રહ્યો હતો. આ ઘટનામાં ગાંધીનગર એલસીબી આ કેસમાં તપાસ કરી રહી છે. મયૂર તડવી તડવીએ ભરૂચના વિશાલ રાઠવાના નામ ઉપર પોતાનું નામ એડિટ કરીને મયુર લાલજીભાઈ તડવી લખી દીધું હતું. તેમજ નકલી દસ્તાવેજો લઇને તેમજ કોલ લેટર લઇને કરાઈ એકેડમીમાં પહોંચી ગયો હતો અને તાલીમ લેવા લાગ્યો હતો. મયુર તડવી વેરિફિકેશન દરમિયાન ઝડપાઈ જતા ડીઆઈજી અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ તેની પૂછપરછ હાથ ધરી છે.
 
છેતરપિંડી કરીને કરાઈમાં પ્રવેશ મેળવી લીધો
વિશાલના પિતા તેરસિંગભાઈ રાઠવા ભરૂચના એસપી ઓફિસ ખાતે ફરજ બજાવે છે. સામાન્ય પરિવારમાંથી આવતા વિશાલના નામે મયુર તડ઼વીએ છેતરપિંડી કરીને કરાઈમાં પ્રવેશ મેળવી લીધો હતો. કૌભાંડમાં જે યુવાનના નામે બોગસ ઓર્ડર બનાવાયો હતો તે વિશાલ રાઠવાના ભાઈ જયપાલ રાઠવાએ જણાવ્યું હતું કે અમે તપાસમાં કોઈપણ સ્તરે સહકાર આપવા તૈયાર છે.કૌભાંડમાં સંડોવાયેલા તમામને ઝડપી પાડી દાખલારૂપ કાયર્વાહી થાય તેવી પણ માંગ કરવામાં આવી છે.