ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 21 એપ્રિલ 2022 (11:25 IST)

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન આજે એક દિવસની ગુજરાતની મુલાકાતે

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન આજે એક દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે સવારે આઠ વાગ્યે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
british pm
બોરિસ જોન્સન એરપોર્ટ થી ગાંધી આશ્રમ સુધી રોડ શો કરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ગાંધી આશ્રમ સુધી રોડ શો કરી અને સીધા તેઓ આશ્રમ રોડ ખાતે આવેલી હોટલ હયાત રેજન્સી પહોંચ્યા હતા. એકાદ કલાક જેટલું હોટલમાં રોકાણ બાદ તેઓ ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. ગાંધીજીની પ્રતિમાને તેઓએ સુતરની આંટી પહેરાવી હતી. બોરિસ જોન્સને ચરખો પણ ચલાવ્યો હતો. ગાંધીજીના નિવાસસ્થાન હ્ર્દયકુંજની મુલાકાત લીધી હતી. બ્રિટિશ પીએમ બોરિસ જોન્સન 45 મિનિટ સુધી ગાંધીઆશ્રમમાં રોકાયા હતા.