ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 10 સપ્ટેમ્બર 2020 (12:58 IST)

શુ ગુજરાતમાં ગરબા યોજાશે ? નીતિન પટેલે આપ્યા છે આવા સંકેત

ગુજરાતીઓ માટેનો સૌથી મોટો ઉત્સવ મનાતી નવરાત્રિ યોજવાની મંજૂરી મળશે કે નહીં એ મુદ્દે હાલ દરેક કોઈ વિચારમાં છે  ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નવરાત્રિના આયોજનને મંજૂરી અપાય તેવો સંકેત આપ્યો છે. આજે ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે એક નિવેદન આપ્યું છે. નવરાત્રિ મુદ્દે નીતિન પટેલે જણાવ્યું છે કે નવરાત્રિના આયોજન અંગે રાજ્ય સરકાર વિચારી રહી છે. શક્ય તેટલી છૂટછાટ આપી શકાય તેની વિશે ચર્ચા કરવાની વાત કરી છે. નીતિન પટેલના આજના નિવેદન પછી એવું લાગી રહ્યું છે કે, કોરોના વચ્ચે પણ રાજ્ય સરકાર નવરાત્રિ માટે પરમિશન આપી શકે છે.
 
નીતિન પટેલે નવરાત્રિ મુદ્દે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની નવરાત્રિ દેશ દુનિયામાં જાણીતી છે. રાજ્યમાં પણ ખેલૈયાઓ નવરાત્રિ માટે કાગડોળે રાહ જોતા હોય છે. ત્યારે કોરોના વચ્ચે પણ લોકો નવરાત્રિ રમવા લોકો ઉત્સુક હોવાનું જણાવ્યું છે. ગુજરાતના ગરબા વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે. પટેલે વધુમાં જણાવ્યું કે, હાલ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે તે જરૂરી છે.
 
ઉલ્લેખનીય છે  કે, ગરબા આયોજકોએ અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. આ સમયે મુખ્યમંત્રી રૂપાણીએ આગામી સમયમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાનું જણાવ્યું હતું.
 
ગરબા આયોજકોએ પણ સરકાર મંજૂરી આપે તો કોરોનાની ગાઈડ લાઇનના પાલન સાથે ગરબાનું આયોજન કરવા તૈયારી બતાવી હતી. જોકે, ગરબાને લઈને સરકાર શરતી મંજૂરી મળે તેવા નીતિન પટેલે સંકેત આપ્યા છે.