શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 16 જૂન 2020 (09:30 IST)

મધરાતથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો, નીતિન પટેલની જાહેરાત

રાજ્યના નાગરિકો પર વધુ એક આર્થિક બોજ આવ્યો છે. આજ રાતથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ, 2નો વધારો કરવામાં આવ્યો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યું કે, અન્ય રાજ્યોમાં પેટ્રોલ-ડિઝલમાં 10થી 12 રૂપિયા વધુ છે. જ્યારે ગુજરાતનો ભાવ સૌથી ઓછો છે. રાજ્ય સરકારે આજ રાતથી પેટ્રોલ-ડિઝલમાં રૂ.2નો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાતે અગાઉ બે વખત પેટ્રોલના ભાવમાં 7 ટકાનો ઘટાડો કર્યો હતો. ટકાવારી પ્રમાણે આજે પણ ભારતના તમામ રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં પેટ્રોલ- ડીઝલનો ભાવ સૌથી ઓછો છે. સરકારની આવક ઘટી છે અને ખર્ચા યથાવત છે, ત્યારે ના છૂટકે આ ભાવ વધારો કરવો પડી રહ્યો છે.