શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 11 જૂન 2020 (18:51 IST)

ગુજરાતના નાગરિકો ખાનગી લેબમાં ટેસ્ટ કરાવી શકશેઃ નીતિન પટેલ

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છેકે, અમદાવાદમાં જે નાગરિકોને લાગતુ હોય કે તેમને કોરોના શંકાસ્પદ છે તેઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે પ્રાઈવેટ લેબમાં પોતાનો કોરોના ટેસ્ટ કરાવી શકે છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છેકે, અત્ચારસુધી નાગરિકો માત્ર સરકાર દ્વારા લેવાયેલા સેમ્પલનું જ ટેસ્ટિંગ કરાવી શકતા હતા, તેના બદલે હવે એમડી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો જે નાગરિકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાય અને તેના ટેસ્ટ કરાવવાની ભલામણ કરશે તો ખાનગી લેબોરેટરીમાં એ નાગરિકો પોતાનો ટેસ્ટ કરાવી શકશે. જેની જાણકારી જે તે ડોક્ટરે મહાનગરપાલિકાને જાણ કરવાની રહેશે.

આ નિર્ણય આવતીકાલથી લાગૂ પડશે. નીતિન પટેલે જણાવ્યું છેકે,  અમદાવાદમાં એમડી સ્પેશિયાલિસ્ટ સહિતના 1400 જેટલા ડોક્ટરો ખાનગી પ્રેક્ટિસ કરે છે. ઘણા નાગરીકો આ ડોક્ટરો પાસે કન્સલ્ટિંગ માટે જાય છે. તેમના દ્વારા ટેસ્ટ કરવાની ભલામણ કરાવવામાં આવે તો સોલા, સિવિલ કે અર્બન હેલ્થ કેરોમાં જવું પડતું હતું. ગઇકાલે કોર ગ્રુપે નિર્ણય કર્યો છેકે, અમદાવાદમાં 1400 જેટલા ડોક્ટરો પાસે કોઇપણ નાગરીક પોતાની શારીરિક ચકાસણી જાય અને જો એ ડોક્ટરને એવું લાગે કે તેમનામાં કોરોનાના શંકાસ્પદના લક્ષણો છે તો તેવા વ્યક્તિ ડોક્ટરની ભલામણાના આધારે ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવી શકશે. ટેસ્ટનો રિપોર્ટ જો પોઝિટિવ આવશે તો અત્યારે સરકાર તરફથી પોઝિટિવ દર્દીઓની સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં જે સુવિધા કરવામાં આવી છે ત્યાં આ નાગરિકોની સારવાર કરવામાં આવશે.