રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 21 ઑગસ્ટ 2020 (13:47 IST)

પક્ષમાં પદ કે ટિકિટ માટે કોઈ ગોડ ફાધરના ભરોસે ન રહે, મેરીટ જોવાશે: સી. આર. પાટીલ

સૌરાષ્ટ્રમાં આજે ત્રીજો દિવસ પ્રવાસના પ્રવાસ દરમિયાન આજે રાજકોટ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે પત્રકાર પરિષદમાં એવો સાફ સંકેત આપ્યો હતો કે કાર્યકરોએ પદ કે ટિકિટ માટે કોઈ જૂથવાદનો સહારો ન લે મહેનત કરે અને દરેક કાર્યકરને તેમના મેરીટ મુજબ જવાબદારી મળશે. પાટીલ આજે પ્રથમ વખત રાજકોટ આવ્યા હતા. સોમનાથ અને ખોડલધામ ના દર્શન કર્યા બાદ અમારો આત્મ વિશ્વાસ વધ્યો છે. 8 પેટા ચૂંટણી સાથે, મહાનગર પાલિકા અને આવનારી વિધાનસભા ચૂંટણી અમારો ટાર્ગેટ છે. અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં 182 સીટ જીતવાનો અમારો ટાર્ગેટ છે અને રોડ મેપ તૈયાર છે. કાર્યકર્તાની ફરિયાદ, સમસ્યા, અને સૂચન હોય છે.  કોઈ પણ પાર્ટીમાં નાના મોટો જૂથવાદ હોઈ છે, મને પ્રદેશ પ્રમુખ બન્યા એના પણ 30 દિવસ થયા છે. આગામી 30 દિવસમાં માળખું સંગઠનની નિમણુંક કરવામાં આવશે.  1 કરોડ 13 લાખ કાર્યકરો છે અમારી પાસે, કાર્યકર્તા પર વિશ્વાસ અને આધાર રાખીને હું ચૂંટણી જીતુ છું. હું કોઈ સભા કે મિટીંગ કરતો નથી. પાર્લામેન્ટ બોર્ડ નક્કી કરશે ટિકિટ કોને આપવી. જૂથવાદ ચલાવી નહિ લેવાય.હું કાર્યકર્તા હતો એટલે મારી નિમણૂક થઈ છે. મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં પ્રમુખના તીખા તેવર થી અનેક ચર્ચા જાગી છે.