સંબંધિત સમાચાર
- ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર, અહીંથી જોઈ શકાશે રિઝલ્ટ
- સરાકારે આપી ટીચર્સ ડેની ભેટ: સરકારી ભરતી અંગે કરી અત્યાર સુધીની મોટી જાહેરાત
- શિક્ષક મૂર્તિ નહી મૂર્તિકાર છે - Happy Teacher's Day
- આજનુ રાશિફળ (05/09/2020) - આજનો દિવસ આ 4 લોકો માટે રહેશે શુભ
- Happy Teacher's Day 2020: કોરોનાકાળમાં આ રીતે કરો સેલિબ્રેટ શિક્ષક દિવસ, ટીચર્સનો ચેહરો ખીલી જશે.
ભૂતપૂર્વ ધારાસભ્યોને યાદ કરનારા નવા ભાજપ પ્રમુખને વર્તમાન ધારાસભ્યોના નામ પૂછવા પડ્યાં
ઉત્તર ગુજરાત યાત્રા શરુ કરતાં પૂર્વે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પૂર્વ ધારાસભ્યો અને હારેલા ઉમેદવારોને બોલાવી હિંમત ન હારશો અને ટિકિટ જોઇતી હોય તો કામ કરો તેવો ઉપદેશ આપ્યો. આ રીતે પાર્ટીના પૂર્વ ધારાસભ્યોને યાદ કરનારા પાટીલને પાર્ટીના જ વર્તમાન ધારાસભ્યનો કોઇ ખ્યાલ નથી તેવું સાબિત થયું.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાત દરમિયાન ધારાસભ્યોના નામ પણ પાટીલને ખ્યાલ ન હોય તેવા વીડિયો વાઇરલ થયાં છે. ગુરુવારે ઉત્તર ગુજરાતના પાલનપુરમાં કરેલી કાર્યકર્તા બેઠકમાં તેમણે ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા અને કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાના નામની પણ ખબર ન હતી એટલે તેમને ઓળખતા જ ન હતા. પ્રાસંગિક સંબોધનના પ્રારંભમાં લેવાતા નામો દરમિયાન તેમને સ્ટેજ પર બેઠેલા મહામંત્રી કે સી પટેલે નામો જણાવ્યા હતા. એટલું જ નહીં, પોતે પ્રમુખ છે અને તેમની જ ટીમના ઉપપ્રમુખ અને ભાજપના વર્ષો જૂના મહિલા નેતા નૌકાબેન પ્રજાપતિનું નામ પણ પાટીલને બીજાએ જ ચાલું સભામાં મોટેથી જણાવ્યું ત્યારે પાછળ પાછળ પાટીલે તેમનું નામ લીધું હતું.