રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 28 ડિસેમ્બર 2020 (10:34 IST)

બનાસકાંઠામાં કાર-બાઈકનો અકસ્માત, 4ના મોત

બનાસકાંઠા જિલ્લાના સરહદી ભાભર તાલુકામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ભાભરના ખારા ગામ પાસે સ્વીફ્ટ કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 4 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ભાભર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકોની લાશને પી.એમ અર્થે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી
 
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે સરહદી ભાભર તાલુકામાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત થયો છે. બનાસકાંઠાના ભાભરમાં ખારા ગામ પાસે સ્વીફ્ટ કાર અને બાઈક વચ્ચે અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં ઘટના સ્થળે જ ચાર લોકોના કમકમાટીભર્યા મોત થયાનું સામે આવ્યું છે. બાઈક સવાર સહિત સ્વીફ્ટ કાર ચાલકના થઈને કુલ ચારના મોત થયા છે. આ ગોઝારી ઘટનામાં ભોગ બનનાર ત્રણ ખારા ગામના હોઈ ગામમાં ગમગીનીનો માહોલ છવાયો છે.