રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 ડિસેમ્બર 2023 (12:08 IST)

ધ્રાંગધ્રા બાયપાસ હાઈવે પર કાર આઈસરને અથડાઈ, ચાર લોકોના ઘટના સ્થળે મૃત્યુ

accident news
accident news
ગુજરાતમાં અકસ્માતોની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. હાઇવે પર બેફામ દોડતા વાહનોની ટક્કરથી લોકોની જીંદગી ખતમ થઈ રહી છે. ત્યારે આજે સવારે અમદાવાદ-કચ્છ હાઈવે પર ઘ્રાંગધ્રા બાયપાસ પાસે ગમખ્વાસ અકસ્માત થયો છે. કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં કાર પલટી ગઈ હતી અને બીજી સાઈડમાં આવી રહેલી આઈસર ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કારમાં સવાર ચાર લોકોના મૃત્યુ થયાં છે. જ્યારે ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.

અમદાવાદ-કચ્છ હાઈવે ઉપર ધ્રાંગધ્રા બાયપાસ પાસે કાર પલટી ખાઈ જતાં બીજી સાઈડ પર આવી રહેલી આઈસર ટ્રકને અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોનાં ઘટના સ્થળે જ મૃત્યુ થયાં હતાં અને અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થતાં 108 મારફતે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતાં અને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.