શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 ડિસેમ્બર 2023 (12:09 IST)

GPSCની જાન્યુઆરી- ફેબ્રુઆરીમાં લેવાનાર ચાર પરીક્ષા મોકૂફ

GPSC
GPSC
ગુજરાતમાં સરકારી ભરતી પરીક્ષાઓની તૈયારીઓ કરતાં ઉમેદવારો માટે મહત્વની વિગતો જાહેર કરવામાં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી સમયમાં લેવાનાર ચાર પ્રિલિમ પરીક્ષાઓ મોકૂફ કરવામાં આવી છે.જેમાં ઈજનેર વિભાગ વર્ગ 1,2 અને 3ની પરીક્ષાનો સમાવેશ થાય છે.

અગાઉ પણ સાત પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં યોજાનાર ભૂમિ મોજણી અધિકારી વર્ગ 1 અને 2 તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક)- વર્ગ-2 (GWRDC) અને અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-3 (GMC) ની પરીક્ષા હાલ મોકુફ રાખવામાં આવી છે.વહીવટી કારણોસર પરીક્ષા મોકુફ રાખવામાં આવી હોવાનું કારણ આપવામા આવ્યું છે. ઉમેદવારોને આગામી સમયમાં નવી તારીખ આયોગ દ્વારા પછીથી જાહેર કરવામાં આવશે તેમ જણાવવામા આવ્યું છે.અગાઉ 18 નવેમ્બર 2023ના રોજ પણ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા  સાત પરીક્ષાઓ અગમ્ય કારણોસર મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ડિસેમ્બર મહિનામાં યુરોલોજીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1, ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1, ન્યુરોલોજીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1, પેડિયાટ્રીક સર્જરીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1, બર્ન્સ એન્ડ પ્લાસ્ટિક સર્જરીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1 તથા કાર્ડિયોલોજીના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1ની પ્રાથમિક કસોટીની પરીક્ષા 13થી 15 ડિસેમ્બર સુધીમાં લેવાનાર હતી. જે વહિવટી કારણોસર મોકૂફ રાખવામાં આવી હતી