શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 ડિસેમ્બર 2023 (14:29 IST)

સુરતમાં ફક્ત 1500 રૂપિયાની લેતીદેતીમાં ચપ્પુના ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો

A youth was stabbed to death by a paddle
A youth was stabbed to death by a paddle
સુરતના પાંડેસરા વિસ્તારમાં નજીવા રૂપિયાની લેતીદેતીમાં યુવકને મોતને ઘાટ ઉતાર્યો છે. ફક્ત 1500 રૂપિયા માટે મિત્રએ જ મિત્રને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાખી છે. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મિત્રની હત્યા કરીને આરોપી હાથમાં લોહીવાળું ચપ્પુ લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગળ જતા ટ્રાફિક પોલીસે પકડીને પૂછપરછ કરી ચાલુ કરી ત્યાં PCRવાન આવીને આરોપીને ઝડપી લીધો હતો. હાલ હત્યારાને પોલીસે પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. 33 વર્ષિય આશિષ ઉર્ફે ટીકર પાંડે પાંડેસરા કૈલાશ ચોકડી પાસે આવેલા ઈશ્વર નગર સોસાયટીમાં ઉભો હતો, ત્યારે આરોપી કાલિકાપ્રસાદ ઉર્ફે કરણ જીતનારાયણ તિવારી ત્યાં આવ્યો હતો અને થોડા દિવસો પહેલા રૂપિયાની લેતીદેતી બાબતે ઝઘડો થયો હોય જેની અદાવત રાખીને આશિષને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. હત્યાની ઘટનાને લઈ ચકચાર મચી જવા પામી હતી. તો બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્ત આશિષને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.આરોપી ચપ્પુ મારી કૈલાશ નગર ચાર રસ્તા તરફ ભાગ્યો હોય તેથી પોલીસની એક ટીમ પકડવા પાછળ ગઈ હતી. આ દરમિયાન કૈલાશ નગર ચાર રસ્તા ખાતે ટ્રાફિક નિયમનની કામગીરી કરતા પોલીસના લોકોએ આરોપીને હાથમાં લોહીવાળું ચપ્પુ લઈને જતા જોઈ તેને રોકી પૂછપરછ કરી હતી, ત્યારે પોલીસની PCRવાન ત્યાં પહોંચી ગઈ અને આરોપીને ઝડપી લીધો હતો.