સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 18 જુલાઈ 2024 (11:57 IST)

જૂના પહાડિયા ગામ વેચવાનો મામલોઃ પોલીસે 3 આરોપીને ઝડપ્યા, હવે રાજનીતિ શરૂ

તાજેતરમાં ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જૂના પહાડીયા ગામ બારોબાર વેચી માર્યું હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ગામ વેચી દેવા મામલે દલાલ અને ખરીદનાર સહિત પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા છે.જેમાં અલ્પેશ હીરપરા, મયુર હીરપરા અને ધર્મેશ વસાવાની ગાંધીનગર LCBએ કરી ધરપકડ છે.સમગ્ર મામલો સામે આવતા તંત્રએ ગામનો સર્વે કર્યો છે. ગ્રામજનો દસ્તાવેજ રદ કરવા માટે રજીસ્ટર પણ ફરિયાદી બન્યા છે. હવે મુદ્દતની રાહ જોઈ રહ્યા હોવાનું ગામ લોકોનું કહેવું છે.
 
ગુજરાતમાં આવા બનાવો સામે કોંગ્રેસ પૂરી તાકાતથી લડશે
ગામ વેચાયાની ઘટના હવે રાજકીય મુદ્દો બનવા જઈ રહ્યો છે. આજે કોંગ્રેસના આગેવાનો ગામની મુલાકાતે પહોંચ્યા છે.કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ગ્રામજનો સમગ્ર ઘટના અંગે ચિતાર મેળવી અને ગ્રામજનો સાથે સાથે સહકાર આપવાનો વાત કરી, તેમજ અન્ય આવા પ્રશ્નોમાં સાથે રહીને ગ્રામજનો સાથે લડત માટે સહભાગી બનવા માટે હૈયા ધારણા આપી હતી. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે,ભાજપ ગરીબોને ચેલેન્જ કરે છે. તમારા મકાનો પાડી દઈશું, તમારી જમીનો લઈ લઈશું. તમને ઘરબાર વગરના કરી દઈશું. તમારા છોકરાને તલાટી-પોલીસમાં નહીં આવવા દઈએ. તમારામાં સંપ નહીં થવા દઈએ. રાજકીય નેતૃત્વ નહીં થવા દઈએ. તમને ગામ વગરના કરી દઈશું. પણ, લડેંગે, ડરેગે નહીં, જીતેંગે એ મંત્ર સાથે સમગ્ર ગુજરાતમાં આવા બનાવો સામે કોંગ્રેસ પૂરી તાકાતથી લડશે.
 
7 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો
જુના પહાડિયા સીમના નવા સર્વે નંબર 142,જૂનો સર્વે નંબર 106નો વેચાણ દહેગામ સબ રજીસ્ટ્રારની કચેરીમાં કચેરીમાં 13 જૂનના રોજ આવ્યો હતો. રજીટ્રારની સામે જમીનનો વેચાણ દસ્તાવેજ કરાયો હતો. આરોપીઓએ ગામમાં 80 જેટલા મકાનો હોવા છતાં તેનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો અને સર્વે નંબરના આધારે ખુલ્લી જમીનના ફોટા રજૂ કરી ગુનો કર્યો હતો. જેથી રખિયાલ પોલીસ મથકમાં 7 વ્યક્તિઓ સામે ગુનાહિત ષડયંત્ર તેમજ રજીસ્ટ્રીકરણ અધિનિયમની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.જમીન કૌંભાડમાં આરોપીઓ દ્વારા માત્ર 2 કરોડ રૂપિયામાં સોદો કરવામાં આવ્યો હતો અને વારસદારોને 50 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.