ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 જૂન 2021 (12:13 IST)

CBSE 12th Marking: સીબીએસઈએ બતાવ્યો 12મા ના માર્કિંગનો ફોર્મૂલા, અહી સમજો કેવી રીતે મળશે માર્ક્સ

CBSE class 12 evaluation kavi rite thashe? CBSE 12th marking scheme announced:  છેવટે સીબીએસઈ 12માના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. કેન્દ્રીય માઘ્યમિક શિક્ષણ બોર્ડ(CBSE) એ ક્લાસ 12 બોર્ડની માર્કિંગનો ફોર્મૂલા સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં રજુ કરી દીધો છે.  બોર્ડની વેબસાઈટ cbse.nic.in પર પણ તેની ડીટેલ મળી જશે. 
 
આ નક્કી થઈ ગયુ છે કે 12માના સ્ટુડેંટ્સને તેમની ક્લાસ 10, 11 અને 12 ત્રણેયના પરફોર્મેંસના આધાર પર આંકવામાં આવશે. 10મા ના 30 ટકા, 11માના 30 ટકા અને 12માના 40 ટકા અંકનુ મૂલ્યાંકના આધાર પર બનાવાશે. આ સમાચારમાં આગળ તમને પૂરી માર્કિંગ ફોર્મૂલા ડીટેલને સમાજાવાય રહી છે.  બોર્ડના જણાવ્યા પ્રમાણે 10માં, 11માંના ફાઈનલ રિઝલ્ટ અને 12 ધોરણની પ્રી બોર્ડના રિઝલ્ટને ફાઈનલ રિઝલ્ટનો આધાર બનાવવામાં આવશે.જે વિદ્યાર્થીઓ પરિક્ષા આપવા માંગે છે તેમના માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. જો બધુ બરાબર રહેશે તો 31 જુલાઈ સુધી રિઝલ્ટ આપી દેવામાં આવશે.
 
ક્લાસ 12 - યૂનિટ ટેસ્ટ, મિડ ટર્મ અને પ્રી-બોર્ડ એક્ઝામની પરફોર્મેંસના આધાર માર્ક્સ મળશે.  તેનુ વેટેજ 40%  રહેશે. 
ક્લાસ 11 - ફાઈનલ એક્ઝામમાં બધા વિષયોના થિયોરી પેપરના પરફોર્મેસના આધાર પર માર્ક્સ મળશે. તેનુ વેટેજ 30% હશે. 
ક્લાસ 10 - મુખ્ય 5 વિષયોમાંથી ત્રણ વિષયોના થિયોરી પેપરના પરફોર્મેંસના આધાર પર માર્ક્સ મળશે.  આ ત્રણેય વિષય એ હશે જેમા સ્ટુડેટની પરફોર્મેસ સૌથી સારી રહી હશે. તેનુ વેટેજ પણ 30% હશે. 
 
ક્લાસ 12માં જે પ્રૈક્ટિકલ એક્ઝામ્સ અને ઈંટરનલ અસેસમેંટ્સ તમે આપ્યા હશે, જેમા તમને મળેલા માર્કસ જ સ્કુલ સીબીએસઈના પોર્ટલ પર અપલોડ કરશે. શાળા પાછલા વર્ષોમાં બોર્ડ એક્ઝામ્સમાં વિદ્યાર્થીના પરફોર્મેંસના આધાર પર જ માર્ક્સ આપી શકે છે.  એટલે કે રેફરેંસ ઈયરનો નિયમ લાગૂ થશે. 
 
આ પહેલાં સુપ્રીમ કોર્ટે CBSEના રિઝલ્ટની ફોર્મ્યૂલા નક્કી કરવા માટે બે સપ્તાહનો સમય આપ્યો હતો. ત્યારપછી બોર્ડે 4 જૂને 13 સભ્યોની કમિટી બનાવી હતી. તેને 14 જૂને 10 દિવસમાં તેમનો રિપોર્ટ આપવાનો હતો.