શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 10 ડિસેમ્બર 2021 (14:49 IST)

CDS General Bipin Rawat Funeral Live: દેશના હીરોની વિદાય, CDS બિપિન રાવતને ત્રણેય સેનાઓના પ્રમુખે આપી શ્રદ્ધાંજલિ

CDS General Bipin Rawat Last Rites Live: અંતિમ દર્શન માટે રસ્તા પર ભીડ 
 
સીડીએસ જનરલ બિપિન રાવતના અંતિમ દર્શન માટે રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો જમા થયા છે. બધા ભારત માતાની જય અને વંદે માતરમ બોલી રહ્યા છે. 

 
 
સીડીએસ રાવતનો મૃતદેહ વતન લાવવામાં આવ્યો
CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતના મૃતદેહ તેમના ઘરે લાવવામાં આવ્યા છે, જ્યાં ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી.

 
પત્ની અને પુત્રીએ ભાવુક વિદાય આપી
બ્રિગેડિયર લિડરને તેમની પત્ની અને પુત્રી દ્વારા અંતિમ વિદાય આપવામાં આવી હતી. તેમના પાર્થિવ દેહની નજીક પહોંચતા જ બંને ભાવુક થઈ ગયા અને પોતાની જાત પર કાબૂ રાખી શક્યા નહીં.

 
રાજનાથ સિંહે અંતિમ વિદાય લીધી
રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ બ્રિગેડિયર એલએસ લિડરને અંતિમ વિદાય આપી હતી. આ પહેલા NSA અજીત ડોભાલ પણ બેરાર સ્ક્વેર પહોંચ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

 
બ્રિગેડિયર લિડરનો મૃતદેહ બેરાર સ્ક્વેર પર લાવવામાં આવ્યો
બ્રિગેડિયર એલએસ લિડરના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે દિલ્હી કેન્ટના બેરાર સ્ક્વેર ખાતે લાવવામાં આવ્યો છે. સેનાના અધિકારીઓ તેમને અંતિમ વિદાય આપી રહ્યા છે.

 

ખડગે - દેશને પડી મોટી ખોટ
સીડીએસ બિપિન રાવતના નિધન પર રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, તેમનું નિધન દેશ માટે મોટી ખોટ છે. આ અમારી કમનસીબી છે કે અમે આવા સારા સૈનિકને ગુમાવ્યા છે. અમે આશા રાખીએ છીએ કે ભગવાન તેમના પરિવારને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે.
 
જેપી નડ્ડાએ શ્રદ્ધાંજલિ આપી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીમાં CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને શ્રદ્ધાંજલિ આપી
 
ઘર્મ ગુરુઓએ  કર્યા અંતિમ દર્શન
 
દિલ્હીમાં  ઘર્મ ગુરુઓએ  સીડીએસ રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને અંતિમ શ્રદ્ધાંજલિ આપતા કરી પ્રાર્થના  
 
ડીએમકેના નેતાઓએ અંતિમ દર્શન કર્યા
 
ડીએમકેના નેતાઓ એ રાજા અને કનિમોઝીએ સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને શ્રદ્ધાંજલિ આપી.
 
અનુરાગ ઠાકુરે આપી શ્રદ્ધાંજલિ

\\\\
 
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને શ્રદ્ધાંજલિ આપી.
 
ફ્રાન્સ-ઈઝરાયેલ રાજદૂતે અંતિમ શ્રદ્ધાંજલિ કરી અર્પણ 
 
ભારતમાં ફ્રાન્સ અને ઇઝરાયેલના રાજદૂતો, ઇમેન્યુઅલ લેનિન અને નાઓર ગિલોન (અનુક્રમે) એ CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

રાહુલ ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ
 
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને તેમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપી હતી.
 

 
સ્મશાન ઘાટ લઈ જવાય રહ્યુ છે પાર્થિવ શરીર 
 
ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ જનરલ બિપિન રાવતના પાર્થિવ શરીરને તેમના રહેઠાણના બરાર સ્કવાયર સ્મશાન ઘાટ લઈ જવામાં આવી રહ્યોછે. 
 
કેન્દ્રીય મંત્રીએ આપી શ્રદ્ધાંજલિ 
 
કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબે એ CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મઘુલિકા રાવતને શ્રદ્ધાંજલિ આપી. 
 
ત્રણેય સેના પ્રમુખોએ આપી શ્રદ્ધાંજલિ 

 
સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે, વાયુસેના પ્રમુખ એયર ચીફ માર્શલ વીઆર ચૌધરી અને નૌસેના પ્રમુખ એડમિરલ આર હરિ કુમારે સીડીએસને શ્રદ્ધાંજલિ આપી.