1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Last Modified: અમદાવાદ. , મંગળવાર, 29 એપ્રિલ 2025 (15:37 IST)

અમદાવાદમાં ચંદોલા લેક વિસ્તારમાં બુલડોઝર એક્શન પર રોક લગાવ પર હાઈકોર્ટે કર્યો ઈંકાર

chandola demostration
chandola demostration
 અમદાવાદ નગર નિગમે (એએમસી)એ મંગળવારે ચંદોલા ઝીલની પાસે ગેરકાયદેસર વસ્તીને ધ્વસ્ત કરી દીધી. સંયુક્ત પોલીસ પ્રમુલ્ખ શરદ સિંઘલના મુજબ મોટાભાગના બાંગ્લાદેશી અહી રહેતા હતા. આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે ચંડોલા તળાવમાં ગેરકાયદેસર નિર્માણ વિરુદ્ધ બુલડોઝર એક્શન પર રોક લગાવવાની ના પાડી દીધી છે. હાઈકોર્ટે અતિક્રમણરોધી અભિયાન વિરુદ્ધ દાખલ અર્જેંટ અપીલને પણ રદ્દ કરી દીધી છે. 
 
 ગેરકાયદેસર ઝૂપડપટ્ટીને કરી ધ્વસ્ત 
મળતી માહિતી મુજબ આજે સવારથી શરૂ થયેલી કાર્યવાહીમાં શહેરના ચંદોલા ઝીલ ક્ષેત્રમાં ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીઓને ધ્વસ્ત કરી દેવામાં આવી છે. આ અભિયાન માટે અમદાવાદ નગર નિગમ વહીવટીતંત્ર સાથે સાથે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારી પણ ગોઠવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પૂર્વમાં ગેરકાયદેસર રૂપથી રહેતા લોકોની ધરપકડ કર્યા બાદ અહી ઓપરેશન ક્લીન ચંદોલા ચલાવવામાં આવ્યુ હતુ. 

 
બાંગ્લાદેશીઓએ કર્યો હતો ગેરકાયદેસર કબજો 
છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદની ઐતિહાસિક ઘરોહર માનવામાં આવતી ચાંદોલા તળાવનો પૂરો ભૂગોળ બદલવાની કોશિશ કરવામાં આવી રહી છે. માત્ર 14 વર્ષોમાં તળાવનો આખો નકશો બદલાય ગયો છે. વર્ષ 2010માં ચંદોલા તળાવની આસપાસની હરિયાળી અને તળાવની જળ ભંડારણ ક્ષમતા અદ્વિતીય હતી.   પણ વર્ષ 2025 માં એટલે કે 14 વર્ષ બાદ અહીની તસ્વીર બદલાય ચુકી છે.  આ સ્પષ્ટ રૂપથી જોઈ શકાય છે કે વર્તમાનમાં તળાવની આસપાસના વિસ્તારમાં મોટા પાયા પર અતિક્રમણ થઈ ચુક્યુ છે.  આ વાત અનેકવાર સામે આવી ચુકી છે કે ચંદોલા ઝીલ પર મોટા પાયા પર ગેરકાયદેસર નિર્માણ કરવામાં આવ્યુ છે.  બાંગ્લાદેશીઓને મોટા પાયા પર ગેરકાદેસર રૂપે જમીન હડપી લીધી છે.  
 
ચંદોલા તળાવ બાંગ્લાદેશી ઘુસપેઠીઓ માટે સૌથી મોટો આશ્રય સ્થળ બની ગયુ હતુ. છેલ્લા 14 વર્ષોમાં ચંદોલા તળાવનો આકાર ઝડપથી ઘટી રહ્યો છે અને તેની અંદર પાક્કા મકાન મસ્જિદો અને નાની મોટી ફેક્ટરીઓ બનવા લાગી હતી.