જમ્મુ-કાશ્મીરમાં રામબનમાં ફસાયેલા પાલનપુરના પ્રવાસીઓ વતન પહોંચ્યા
જમ્મુથી શ્રીનગરને જોડતા રોડ પર રામબનની આસપાસ ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા હતા અને ભૂસ્ખલન થયું હતું. તેના કારણે અનેક વાહનો અટવાઈ ગયાં હતાં અને હજારો પ્રવાસીઓ પણ અટવાઈ ગયા હતા.
જે પ્રવાસીઓ વૈષ્ણોદેવી યાત્રાએ જઈ રહ્યા હતા તેમણે તેમની યાત્રા અટકાવી દેવાની ફરજ પડી હતી. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે પાલનપુરના અને ગાંધીનગરના કુલ 50 જેટલા યાત્રાળુઓ અટવાયા હતા.
બીબીસીના બનાસકાંઠાના સહયોગી પરેશ પઢિયારના જણાવ્યા અનુસાર આ યાત્રાળુઓને આર્મીએ મદદ પહોંચાડી હતી અને તેમના કૅમ્પમાં રાખ્યા હતા. હવે આ પૈકી પાલનપુરના સૌ યાત્રાળુઓ ડીસા ખાતે પરત ફર્યા છે. તેઓ ત્યાર પછી પોતપોતાનાં ઘરે જવા રવાના થશે.
કાશ્મીરનો ઉલ્લેખ કરીને ભારત અને પાકિસ્તાન પર શું બોલ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ