મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 6 જાન્યુઆરી 2022 (09:36 IST)

સુરતની સચિન GIDCમાં કેમિકલ ખુલ્લામાં ઠાલવતી વખતે ઝેરી અસરથી 6ના મોત; 23થી વધુ કારીગરો-મજૂરો ગૂંગળાયા

સુરતના સચિન GIDCમાં કેમિકલ ભરેલુ ટેન્કર ખુલ્લામાં ઠાલવવામાં આવતા ઝેરી અસરથી 6 લોકોના મોત થયા છે. જ્યારે 23થી વધુ મજૂરો અને કારીગરોને ગૂંગળામણ થતા હોસ્પિટલ ખેસડવામાં આવ્યા છે, જેમાં GIDCમાં આવેલી વિશ્વ પ્રેમ મિલના 10 કારીગર અને અન્ય મજૂરો અસરગ્રસ્ત થયા છે.

આ ઘટના
ની જાણ થતાં જ ફાયર વિભાગ દોડતો થઈ ગયો છે. હાલ તમામ અસરગ્રસ્તોને સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પહેલા ઝડપથી સારવાર ચાલી રહી છે એ પ્રાથમિકતા છે. ત્યાર બાદ જે જરૂર હશે એ કરવામાં આવશે. પોલીસ કમિશનર દ્વારા બે-ત્રણ ટીમ બનાવી તપાસ કરાઈ રહી છે. ટેન્કરનો ડ્રાઈવર હાલ બેભાન છે, પણ ભાનમાં આવી જશે એવી શક્યતા છે. ટેન્કરમાં જે કેમિકલ હતું એ થોડું હેવી હશે, કેમ કે પહેલા માળ સુધી અસર થઈ હશે, જોકે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે.ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સીઆર પાટીલે સચિન જીઆઈડીસીની દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. સચિન જીઆઈડીસીમાં કેમિકલ ભરેલાં ટેન્કરો જે ખાલી કરવા આવે છે. એના માલિકોને શોધીને તેમની સામે ગંભીર ગુનો દાખલ કરવો જોઈએ.મળતી માહિતી પ્રમાણે, GIDCમાં રાજકમલ ચીકડી પ્લોટ નંબર 362 બહાર પાર્ક કરેલા કેમિકલ ટેન્કરથી 8-10 મીટર દૂર જ તમામ મજૂરો સૂતા હતા. ત્યારે અચાનક જ ટેન્કરની ડ્રેનેજ પાઇપ લીક થતાં ગેસ ફેલાયો હતો, જેને કારણે સૂતેલા મજૂરો અને મિલના કારીગરો પર એની અસર થઈ હતી. હાલ આ તમામ મજૂર સહિત મિલ કારીગરોને આજુબાજુની હોસ્પિટલો અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
 
મૃતકોનાં નામ
 
સુલતાન (ઉં.વ. 30)
કાલીબેન (ઉં.વ. 20)
સુરેશભાઈ (ઉં.વ. 30)
એક અજાણ્યો યુવક (ઉં.વ. 30)
બીજો અજાણ્યો યુવક (ઉં.વ. 30)
ત્રીજો અજાણ્યો યુવક
અસરગ્રસ્તોની યાદી
 
રાજનાથ યાદવ (ઉં.વ. 35 વર્ષ)
રવિભાઈ (ઉં.વ. 18 વર્ષ)
મહાવીરભાઈ (ઉં.વ. 40 વર્ષ)
સુનીલભાઈ (ઉં.વ. 20 વર્ષ)
અવધેશ શ્રીરામ દુલારે પ્રજાપતિ (ઉં.વ. 30 વર્ષ)
એક અજાણ્યો યુવક (ઉં.વ. 30 વર્ષ)
રવીન્દ્રભાઈ (ઉં.વ. 23 વર્ષ)
સતેન્દ્ર પટેલ (ઉં.વ. 30 વર્ષ)
એક અજાણ્યો યુવક (ઉં.વ. 45 વર્ષ)
એક અજાણ્યો યુવક (ઉં.વ. 30 વર્ષ)
એક અજાણ્યો યુવક (ઉં.વ. 30 વર્ષ)
એક અજાણ્યો યુવક (ઉં.વ. 30 વર્ષ)
શ્યામ ભગવત શર્મા (ઉં.વ. 30 વર્ષ)
રાધેશ્યામભાઈ (ઉં.વ. 40 વર્ષ)
રાજ કુમાર (ઉં.વ. 19 વર્ષ)