સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 29 ડિસેમ્બર 2023 (16:53 IST)

અમરેલીમાં બાળકને દીપડાએ ફાડી ખાધો

ગુજરાતમાં દીપડાએ હુમલો કર્યાની અનેક ઘટનાઓ બની રહી છે. જંગલ વિસ્તાર છોડીને દીપડાઓ હવે ગામ્ય વિસ્તારોમાં આંટાફેરા કરી રહ્યા છે. અમરેલીમાં આદમખોર દીપડાએ 7 વર્ષના માસુમ બાળકનો જીવ લીધો હોવાનું સામે આવ્યું છે.
 
મળતી માહિતી અનુસાર, અમરેલી તાલુકાના તળાવ ગામ નજીક આવેલા રમણીકભાઈ દેવાણીના ખેતરમાં અચાનક દીપડો આવી ચડ્યો હતો અને ખેત મજૂર પરિવારના 7 વર્ષના બાળક અમિતને દબોચી લીધો હતો. જે બાદ દીપડો બાળકને લઈને ભાગ્યો હતો. જોકે, બાળકના પરિવારજનો બૂમાબૂમ કરવા લાગતા દીપડો બાળકને લોહિયાળ હાલતમાં જ છોડીને નાસી છૂટ્યો હતો.