મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 જૂન 2022 (16:34 IST)

અમદાવાદમાં સૈનિક સન્માન યાત્રામાં નિવૃત્ત આર્મી મેન અને પોલીસ વચ્ચે ઘર્ષણ, અનેકની અટકાયત

army man
છેલ્લા 4 વર્ષથી 14 માંગ માટે લડી રહેલા નિવૃત્ત આર્મી મેનોએ આજે આંદોલન શરૂ કર્યું છે
 
દેશની સુરક્ષામાં અડગ ઉભા રહેલાં સૈનિકો નિવૃત્ત થયા બાદ છેલ્લા ચાર વર્ષથી પોતાના હક માટે લડત લડી રહ્યાં છે. અમદાવાદમાં આર્મીના નિવૃત જવાનોએ 14 મુદ્દાઓને લઈને શાહિબાદ હનુમાન કેમ્પથી ગાંધીનગર સુધીની સૈનિક સન્માન યાત્રા નામે રેલી યોજી હતી. રેલીનો પ્રારંભ થાય તે પહેલાં જ પોલીસ દ્વારા અનેક નિવૃત્ત જવાનો અને તેમના પરિવારને ડિટેન કરી લેવામાં આવ્યાં હતાં. જેના કારણે આર્મીના નિવૃત્ત જવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ડિટેન કરતાં ભારે રોષ ફેલાયો છે. 
 
મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરશે
નિવૃત્ત આર્મીમેન દીપક સોલંકી જણાવ્યું હતું કે અમારા પ્રશ્નોને લઈને આજે અમે રેલીનું આયોજન કર્યું છે અને જ્યારે રેલી શરૂ થઈ ત્યારે કેટલાક લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે પરંતુ મારી સાથે અન્ય નિવૃત્ત આર્મીમેનો પણ અત્યારે ગાંધીનગર તરફ જવા રવાના થઇ ચૂક્યા છે. અમે વિધાનસભા ખાતે જઈ અને મુખ્યમંત્રીને પણ મળીને રજૂઆત કરીશું. વર્ષો જૂના મારા જે મુદ્દા છે તેની માંગ કરીશું. 
 
માજી સૈનિકોની મુખ્ય માંગ
શહીદ પરિવારને એક કરોડની સહાય તથા પરિવારમાં એક સભ્યને સરકારી નોકરી
ગાંધીનગરમાં રાજ્યકક્ષાનું શહીદ સ્મારક અને સૈનિકો માટે આરામગૃહની માંગ
સૈનિકો માટે રાજ્ય સરકાર તરફથી નોકરી માટેની અનામત મળે
ખેતી માટે જમીન અને રહેણાંક પ્લોટ
દારૂ માટેની પરમીટ. ભારતીય સેના માટે આપેલ પરમીટ માન્ય ગણવી
કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરી, સીધી ભરતી કરવાં આવે
હથિયારનું લાયસન્સ રીન્યુ કરવા અલગથી વ્યવસ્થા થાય
માજી સૈનિકોના પરિવારની સમસ્યા માટે કચેરીઓમાં અલગથી વ્યસ્થા થાય.
માજી સૈનિકોની નોકરીના કિસ્સામાં સેનામાં કરેલી નોકરીનો ગાળો સળંગ કરવામાં આવે
માજી સૈનિકો માટે પાંચ વર્ષનો ફિક્સ પગાર વાળી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે
એક સૈનિકને પોતાના વતનમાં નોકરી આપવામાં આવે
ઉચ્ચ અભ્યાસ અંગેના પ્રવેશમાં સૈનિકોના બાળકોને છૂટછાટ
સૈનિકોના બાળકોનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે
સૈનિકો માટે લેવાતો વ્યવસાય વેરો માફ કરવામાં આવે