રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 9 મે 2024 (11:44 IST)

આજે ધો. 12નું પરિણામ જાહેર થયું હવે ધોરણ 10નું પરિણામ 11 મે જાહેર થશે

10th result
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજસેટ-2024 પરીક્ષાનું પરિણામ આજે એટલે કે, 9મે ગુરુવારે જાહેર કરાયું છે. ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 9 કલાકે આ પરિણામ મુકાયું છે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (સીટ નંબર) એન્ટર કરીને મેળવી શકે છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકો છો

.ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પણ ખૂશીના સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10નું પરિણામ 11 મેના રોજ જાહેર થશે. બોર્ડની વેબસાઈટ પર જઈને સવારે 8 વાગે તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો.ધોરણ 12 સાયન્સની માર્ચ-2024 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષામાં કુલ.147 કેન્દ્રો ઉપર 1,31,849 પરીક્ષાર્થી નોંધાયેલા હતાં. તે પૈકી 1,30,650 પરીક્ષાર્થી ઉપસ્થિત રહ્યા હતાં.

જેમાં નિયમિત વિદ્યાર્થીઓ 1,11,414 નોંધાયેલ હતા, તે પૈકી 1,11,132 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે પૈકી 91,625 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયેલા છે. આ વિદ્યાર્થીઓના સંદર્ભમાં રાજ્યનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા આવેલ છે.જે પૈકી 3,78,268 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 3,47,738 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 91.93 % ટકા આવેલ છે. જ્યારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 61,182 ઉમેદવારો નોંધાયેલા હતા. તે પૈકી 59,137 ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 29,179 ઉમેદવાર સફળ થયા છે. આમ પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 49.34 % ટકા આવેલ છે. આ પરીક્ષામાં ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત 29,455 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 28,021 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 15,407 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત નિયમિત ઉમેદવારોનું પરિણામ 54.98 % ટકા આવેલ છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 13,412 ઉમેદવારો નોંધાયેલા હતા. તે પૈકી 12,805 ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 6,420 ઉમેદવાર સફળ થયા છે. આમ ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 50.14 % ટકા આવેલ છે.