સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 9 મે 2024 (10:24 IST)

GSEB HSC (12th) Result 2024 LIVE:સામાન્ય પ્રવાહનું રેકોર્ડબ્રેક 91.92 ટકા રિઝલ્ટ, 12 સાયન્સનું 82.45 ટકા પરિણામ, ચેક કરવા અહી કરો ક્લિક

ધો.12 સાયન્સ, સા.પ્રવાહ અને ગુજકેટનું પરિણામ

gseb 12th result in gujarati
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી), ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજસેટ-2024 પરીક્ષાનું પરિણામ આજે એટલે કે, 9મે ગુરુવારે જાહેર કરાયું છે. ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 9 કલાકે આ પરિણામ મુકાયું છે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (સીટ નંબર) એન્ટર કરીને મેળવી શકે છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકો છો.

આ રીતે ચેક કરો રિઝલ્ટ ( How to check HSC Results )
 
સ્ટેપ 1- પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ https://www.gseb.org/ પર જાઓ.
સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB HSC Result 2024 લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.
સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.
સ્ટેપ 4- GSEB Result 2024 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.

કયા સ્ટ્રીમમાં કેટલા વિદ્યાર્થીઓ થયા પાસ 
 
12 સામાન્ય પ્રવાહમાં 91.93 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા નોંધાયું છે. સામાન્ય પ્રવાહની પરીક્ષામાં કુલ 378268 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જેમાંથી 3,47,738 પાસ થયા હતા. વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં કુલ 111132 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાંથી 91625 પાસ થયા હતા. વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ Aનું પરિણામ 90.11 ટકા અને ગ્રુપ Bનું પરિણામ 78.34 ટકા નોંધાયું છે.

GSEB Result 2024 સામાન્ય પ્રવાહનું રેકોર્ડબ્રેક 91.92 ટકા રિઝલ્ટ, 12 સાયન્સનું 82.45 ટકા પરિણામ
 
 
-  સૌથી વધુ પરિણામ ધરાવતુ કેન્દ્ર કુંભારીયા
-  કુંભારીયા કેન્દ્રનું પરિણામ 97.97 ટકા નોંધાયું
- બોડેલી સૌથી ઓછું 47.98 ટકા પરિણામ નોંધાયું 
-  મોરબી જિલ્લામાં સૌથી વધુ પરિણામ 92.80 ટકા નોંધાયું
- સૌથી ઓછુ પરિણામ છોટાઉદેપુર જિલ્લામાં 51.36 ટકા પરિણામ નોંધાયું
- 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 127
- 10 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી શાળાઓનીં સંખ્યા 27
-  A1 ગ્રેડ મેળવાનાર કુલ વિદ્યાર્થીઓ 1034 નોંધાયા
- A2 ગ્રેડ ધરાવાતા વિદ્યાર્થીઓ 8983 નોંધાયા
-  અંગ્રેજી માધ્યમાનું પરિણામ 81.92 ટકા નોંધાયું
- ગુજરાતીમાં માધ્યમનું પરિણામ 82.94
- A ગ્રુપનું 90.11 ટકા પરિણામ નોધાયું
-  B ગ્રુપનું 78.34 ટકા પરિણામ નોંધાયું
-  AB ગ્રુપનું 68.42 ટકા પરિણામ નોંધાયું
- ગ્રેસ માર્કસથી પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 30
- પરિક્ષામાં કુલ 18 વિદ્યાર્થીઓ પર કોપી કેસ થયો
-  માર્ચ 2024 માં પરીક્ષા લેવામાં આવી હતી
 
 
GSEB Gujarat Board 12th HSC Result 2024 Live: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ બોર્ડ (GSEB) HSC પરિણામ જાહેર કરશે. GSEB વર્ગ 12 વિજ્ઞાન, વાણિજ્ય અને આર્ટસ બોર્ડની પરીક્ષાના પરિણામો 2024 સત્તાવાર વેબસાઇટ - gseb.org પર આજે સવારે ૯ વાગે જોઈ શકાય છે.

- HSC પરિણામોની સાથે, GSEB ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET) 2024 ના પરિણામો જાહેર કરશે.
 
-  ધોરણ 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સાથે જ જાહેર થશે. બંને પ્રવાહના ભેગા મળી કુલ ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જોઈ શકશે.આજે સવારે 9:00 વાગે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એક લાખથી વધુ તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3.50 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા બાદ પરિણામ વહેલું જાહેર થાય તેવી અટકળ હતી. ત્યારે બોર્ડ દ્વારા આજે પરિણામ જાહેર કરવાની જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ gseb.org પરથી પોતાના સીટ નંબર નાખી પરિણામ જોઈ શકશે.

ગુજરાત બોર્ડની પરીક્ષા (HSC Result 2024 Date)નું પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓ www.gseb.org ની સત્તાવાર વેબસાઈટ પર જઈને ચકાસી શકશો. આ વેબસાઈટ પર જઈને વિદ્યાર્થીઓએ પોતાના બેઠક ક્રમાંક નાખીને એન્ટર બટન દબાવવાનું રહેશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકશો. જેના માટે 6357300971 પર બેઠક ક્રમાંક લખીને મોકલવાનું રહેશે, જ્યાં તમે પરિણામ જોઈ શકશો.
 
ધોરણ 12 નું પરિણામ તારીખ
આજે  એટલે કે ૯ મે ૨૦૨૪ના રોજ સવારે 9:00 વાગે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે.