સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 (19:43 IST)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદી સાથે કરી શુભેચ્છા મુલાકાત, રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી સાથે પણ ભેટ કરી

ગુજરાતના મુખ્યમંત્રી પદનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ વખત ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દિલ્હી પ્રવાસે ગયા છે. આ દરમિયાન તેમણે  દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી (PM Narendra Modi) સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

 ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી. મુખ્યમંત્રી બન્યા પછી રાષ્ટ્રપતિ સાથે તેમની આ પહેલી મુલાકાત છે,  પહેલા તેમણે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે અમિત શાહને વર્તમાન તીર્થંકર સીમંધર સ્વામીની મૂર્તિ પણ આપી છે. જ્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને દાદા ભગવાનની બુક આપી હતી.
 
આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી છે. આ મુલાકાત દરમિયાન તેમણે PM મોદીને સીમંધર સ્વામીની મૂર્તિ આપી હતી. આમ મુખ્યમંત્રીની ઓફિસથી લઈ વડાપ્રધાનની ઓફિસમાં સીમંધર સ્વામી બિરાજમાન થઈ ગયા છે.
 
આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, પશુપાલન તથા ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાથે પણ સૌજન્ય મુલાકાત કરી હતી. હવે ભૂપેન્દ્ર પટેલ સોમવાર રાત્રે દિલ્હીથી અમદાવાદ આવશે.