મંગળવાર, 1 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 24 ફેબ્રુઆરી 2021 (11:53 IST)

રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીની સુરક્ષાને લઈ મોટેરા સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં પોલીસે બેરિકેટીંગ કરી દેતાં નોકરી-ધંધે જતાં લોકો અટવાયા

એક મહિલાએ નોકરીએ જવાનું મોડું થતાં પોલીસ સાથે બોલાચાલી કરી હતી
 
અમદાવાદના મોટેરા ખાતે નવા જ બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમનું ઉદધાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરાશે. મોટેરામાં આકાર પામેલા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડીયમમાં આજથી ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. ત્યારે શહેરમાં રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી બંને હોવાથી પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્ચો છે. સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં પોલીસ દ્વારા બેરિકેટીંગ કરી દેવામાં આવ્યું છે. જેનાથી આ વિસ્તારના નાગરીકોને મોટી હાલાંકીનો સામનો કરવો પડ્યો છે. અહીંથી નોકરી ધંધે જતા લોકો રસ્તામાં જ અટવાઈ ગયાં છે. એક મહિલાએ નોકરીએ જવાનું મોડું થતાં પોલીસ સાથે બોલાચાલી કરી હતી. પોલીસ અધિકારી એ જણાવ્યું કે અમે અહીંયા માત્ર ફરજ નિભાવી એ છીએ અમને ઉપર થી સૂચના મળતી હોય છે.
રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ આજે અમદાવાદના મોટેરામાં આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવાના છે. જે કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેવાના છે. ભવ્ય જલસા જેવા આ ક્રાર્યક્રમને જ સ્ટેડિયમનો ઉદ્ઘાટન કાર્યક્રમ માનવામાં આવતો હતો. જોકે હવે આ મેદાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાવાની છે, ત્યારે ઉદ્ઘાટન થઈ ગયા બાદ હવે સત્તાવાર ઉદ્ઘાટન યોજવામાં આવ્યો હોવાની ચર્ચા ક્રિકેટ વર્તુળોમાં ચાલી રહી છે.
મોટેરાની બેઠક ક્ષમતા 1 લાખ 32 હજારની જાહેર
ઉલ્લેખનીય છે કે મોટેરા ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિપ્લેસ કરીને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બની ગયું છે. મેલબર્નની બેઠક-ક્ષમતા 92 હજાર છે અને મોટેરાએ 40 હજારના માર્જિનથી એને માત આપી છે. આ સ્ટેડિયમમાં પહેલા 1 લાખ10 હજારની બેઠક વ્યવસ્થા હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ સ્ટેડિયમની બહાર લાગેલા હોર્ડિંગમાં બેઠક ક્ષમતા વધારીને 1 લાખ 32 હજાર કરી દેવામાં આવી હોવાનું લખેલું છે એટલે કે કુલ 22 હજાર બેઠકો ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા મોટેરા સ્ટેડિયમમાં વધારવામાં આવી છે. આ સંદર્ભે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધિકારીએ જણાવ્યું કે, તેમણે કેમેરા અને અન્ય ટેકનિકલ જગ્યા માટે કુલ સીટોમાંથી વધુ પડતી સીટો બાદ કરી હતી. જે ગણતરીના ફાઇનલ અરેન્જમેન્ટ પછી તેમણે જાણ થઈ કે મોટેરા સ્ટેડિયમમાં બેઠક ક્ષમતા 1 લાખ 10 હજાર નહિં, પરંતુ 1 લાખ 32 હજાર છે.
ટીમ ઈન્ડિયા એક મહિનો અમદાવાદમાં ધામા નાખશે
BCCIએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે માત્ર ત્રણ સ્થળ જ રાખ્યાં છે. ચેન્નઈ ખાતે 17 ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટ સમાપ્ત કર્યા પછી ટીમ 2 ટેસ્ટ અને 5 T-20 માટે અમદાવાદ પહોંચી છે. T-20 સિરીઝની અંતિમ મેચ 20 માર્ચે રમાશે, એટલે કે ઇન્ડિયન ટીમ 18 ફેબ્રુઆરીથી 20/21 માર્ચ સુધી અમદાવાદમાં જ બાયો-બબલમાં રોકાશે.