સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2021 (16:13 IST)

દિલ્હીના CM કેજરીવાલનું શક્તિપ્રદર્શન, હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 સીટ પર ભવ્ય વિજય બાદ આપના દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ભવ્ય શોનું આયોજન કરવામાં આવ્યું છે. વરાછાના માનગઢ ચોકથી શરૂ થયેલા આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, મહાનગરપાલિકાના ચૂંટણી દરમિયાન કાઠીયાવાડી એટલે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકોએ ખોબે ખોબા ભરીને મત આપીને મત આપી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ધમાકેદાર પ્રવેશ કરાવ્યો છે. પાટીદારોના ગઢ ગણાતા વિસ્તારમાં આપે 27 જટેલી સીટ મેળવી સુરત મહાનગરપાલિકામાં વિપક્ષનું સ્થાન મેળવી લીધું છે. ત્યારે આપના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લોકોનો આભાર વ્યક્ત કરવા સુરત પહોંચ્યા છે. સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત બાદ સર્કિટ હાઉસ ખાતે હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. ત્યારબાદ નવા ચૂંટાયેલા કોર્પોરેટર અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. જેમાં ભાજપના નેતાઓને નાની યાદ અપાવી દેવાનું સૂચન કર્યું હતું. આ સાથે કેજરીવાલે કાઠિયાવાડી અને સુરતી ભોજનનો સ્વાદ માણ્યો હતો.