સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સુરત. , શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2021 (13:02 IST)

Arvind Kejriwal in Surat: ગુજરાત મનપા ચૂંટણીમાં AAPની સફળતાથી ઉત્સાહિત અરવિંદ કેજરીવાલ પહોચ્યા સુરત, 7 કિમી લાંબો રોડ શો કરશે

ગુજરાત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)ની સફળતાથી ગદગદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સૂરત પહોચ્યા છે. અહી થોડી જ વારમાં તેઓ રોડ શો કરશે. ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા કુલ 120 સીટમાંથ્યી આપને 27 સીટ જીતી છે અને મુખ્ય વિપક્ષી પાર્ટી બની છે. જ્યારે કે કોંગ્રેસે અહી ખાતુ પણ ખોલ્યુ નથી. 
 
આ પહેલા જ્યારે કેજરીવાલ સૂરત એયરપોર્ટ પર પહોચ્યા તો તેમના સ્વાગત માટે મોટા પાયા પર પાર્ટી કાર્યકર્તા હાજર રહ્યા. કાર્યકર્તાઓનુ કહેવુ છેકે ગુજરાતમાં આમ આદમી પાર્ટી લોકો સામે નવો વિકલ્પ ઉભરીને આવ્યો છે. અરવિંદ કેજરીવાલ આ સમયે સર્કિટ હાઉસમાં હાજર છે જ્યા તેઓ કાર્યકર્તાઓને સંબોધિત કરશે. 
 
7 કિમી લાંબો રોડ શો કરશે કેજરીવાલ 
 
બપોરે સાઢા ત્રણ વાગ્યે માનગઢ ચોકથી આમ આદમી પાર્ટીનો રોડ શો શરૂ થશે જે સાંજે પાચ વાગ્યા સુધી તક્ષશિલા કૉમ્પલેક્સ, વારછા રોડ પર ખતમ થશે. આ રોડ શો 7 કિમી લાંબો હશે. રોડ શો ના અંતમાં અરવિંદ કેજરીવાલ જનતાને સંબોધિત કરશે. 
 
સૂરતમાં 27 સીટ પર નોંધાવી જીત 
 
મનપા ચૂંટણીના પરિણામોમાં સૂરતની જનતાએ કોંગ્રેસને સાઈડ કરીને આમ આદમી પાર્ટી પર વિશ્વાસ બતાવ્યો છે. જેના બળ પર આપ અહી મુખ્ય વિપક્ષી દળ બનવામાં સફળ રહ્યુ સૂરત મહાનગર પાલિકામાં બીજેપીએ 120માંથી 93 સીટ પર જીત મેળવી જ્યારે કે આપને 27 સીટો મળી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમા6 આવતા વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે તો દેખીતુ છે કે હવે આપની નજર તેના પર પણ રહેશે.