શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 25 ફેબ્રુઆરી 2021 (17:44 IST)

ભાજપના પૂર્વ નેતાઓનો ડાન્સરો સાથે ઠુમકા લગાવતો વીડિયો વાયરલ

હાલમાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. નેતાઓ એકબીજા પર લાંછન ઉડાડવા અને છબિ ખરડવા માટે અવનવા ગતકડાં કરતા હોય છે. તાજેતરમાં આપ અને ભાજપના નેતાઓના દારૂ પાર્ટીના ફોટા વાયરલ થયા હતા. જેની ચર્ચાઓ હજુ શાંત થઇ નથી ત્યાં તો ભાવનગરના વિકાસ સમિતિના નેતા અને ભૂતપૂર્વ ભાજપના નેતાનો એક ડાન્સર સાથે ગીતો તાલે ઝૂમતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ચૂંટણી ટાંણે જ વાયરલ થયો છે. 
 
ભાવનગરમાં મહુવા વોર્ડ નંબર 6 ના ઉમેદવારનો વીડિયો વાયરલ થયો છે. ભાજપ સાથે છેડો ફાડી ચૂંટણી સમયે વિકાસ સમિતિમાં લડી રહેલા ઉમેદવારનો કથિત વીડિયો વાયરલ થયો છે. વોર્ડ નંબર 6 ના ઉમેદવાર અશોક વાઢેર અપક્ષ ચૂંટણી લડી રહ્યાં છે. ભાજપથી નારાજ અશોક વાઢેરે તાજેતરમાં જ પક્ષ સાથે છેડો ફાડ્યો હતો અને વિકાસ પેનલમાં જોડાયા હતા. ત્યારે હાલ તેઓ અપક્ષ ચૂંટણી લડી રહ્યાં છે. 
 
ઉમેદવારે પોતાનો વીડિયો ન હોવાની વાત કરી છે. બદનામ કરવા માટે વીડિયો વાયરલ કર્યાની વાત કરી છે. મહુવા શહેર ભાજપના પ્રમુખે સ્પષ્ટતા કરી છે કે, આ વીડિયો મને મળ્યો હતો તે સાચો લાગતા મે અન્ય ગૃપમાં ફોરવર્ડ કર્યો છે. વીડિયો ક્યાંનો છે અને કોનો છે તે અંગે વેબદુનિયા કોઈ પૃષ્ટી કરતું નથી.