સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 22 માર્ચ 2018 (17:10 IST)

વિશ્વ જળ દિવસ - પાણી બચાવવા સીએમ રૂપાણીની લોકોને અપિલ

ગાંધીનગર ખાતે વિશ્વ જળ દિવસ વિશે સંબોધતા સીએમ રૂપાણીએ ગુજરાતને કાયમી ધોરણે પાણીની અછત વાળું રાજ્ય ગણાવી, આ મુશ્કેલીની નિવારણની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. તેમણે પાણીના રીલાયેબલ સોર્સ શોધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, તો સાથે સાથે પાણીના પુનઃ ઉપયોગની જરૂરિયાત હોઈ તેમ કરવા પણ જણાવ્યું હતું. સીએમ રૂપાણીએ કહ્યું હતું કે સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં પાણી જ નથી બચ્યું. તેમ કહીને પાણીનો બગાડ ન થાય તેમ કરવા અપીલ કરી હતી.

ગાંધીનગરમાં સવારે 9 વાગે જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ હોલ, સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પથિકાશ્રમ પાસે વર્લ્ડ વોટર ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સીએમ રૂપાણીએ પાણીનો બગાડ ન થાય તે જોવા પર ખાસ ભાર મૂક્યો હતો. વર્લ્ડ વોટર ડે નિમિત્તિ CM રૂપાણીએ ગાંધીનગરમાં  આપેલા નિવેદનમાં કહ્યું હતું કે ગુજરાત પાણીની ખેંચવાળું રાજ્ય છે. સૌરાષ્ટ્રે વર્ષો સુધી પાણીની ખેંચ જોઈ છે. એક સમય હતો જ્યારે સૌરાષ્ટ્રમાં પાણી માટે ટ્રેનો દોડાવાતી હતી. પાણી એ જ જીવન છે. તેનો કરકસરભર્યો ઉપયોગ જરૂરી છે. એટલું જ પાણીનો પુનઃ ઉપયોગની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.સીએમ રૂપાણીએ કહ્યું હતું કે સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં પાણી જ નથી બચ્યું. શહેરોમાં વસ્તી વધતી જાય છે. પાણીના રીલાયેબલ સોર્સ શોધવાની જરૂર છે.  નર્મદા ન હોત તો સૌરાષ્ટ્ર- કચ્છે હિજરત કરવી પડત. નર્મદાનું પાણી 600 કિમી દૂર સુધી લઈ જવામાં આવ્યું. આ વર્ષે ઓછો વરસાદ પડવાને લીધે નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીએ ચારેય રાજ્યો પર પાણીકાપ મૂક્યો છે.સીએમ રૂપાણીએ વિપક્ષને નિશાન બનાવતા કહ્યું હતું કે વિપક્ષ કહે છે કે અમે ગુજરાતમાં ડેમો બનાવ્યા. ડેમો તો બનાવ્યા પણ પાણી ન જ ન હોય તો શું થાય? પાણીને સૌરાષ્ટ્ર – કચ્છ સુધી પહોંચતું કર્યું. પાણીકાપ છતાં ખેડૂતોને ચોમાસુ તેમજ રવિપાક માટે પાણીન આપ્યું. પીવા માટે 31મી જુલાઈ સુધી સરકાર પાણી આપશે. આમછતાં પાણીનો કરકસરભર્યો ઉપયોગ અને બગાડ ન થાય તે જોવા લોકોને ખાસ અપીલ કરું છું.