સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 22 માર્ચ 2018 (16:56 IST)

વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ કરાયો

ગાંધીનગરમાં વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ દરખાસ્ત દાખલ કરવામાં આવી છે. આ મામલે આગામી સાત દિવસમાં ચર્ચા કરાશે.  કોંગ્રેસ દ્વારા ગૃહમાં અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ કરવામાં આવ્યો છે. તેને કોંગ્રેસના સભ્યોનું સમર્થન પ્રાપ્ત છે.કોંગ્રેસના ઉપનેતાએ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો. ગાંધીનગરમાં વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ સામે દાખલ કરવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવના મામલે તમામ વિકલ્પો ખુલ્લા હોવાનું એક બાજુ સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી ધારાસભ્યોની સજા ઓછી કરવાના મુડમાં નથી. તે અવિશ્વાસ પ્રસ્તાવ દરખાસ્તનો સામનો કરવા તૈયાર હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનિય છે કે ગૃહમાં બપોરે 12 વાગે અવિશ્વાસ પ્રસ્તાવ દરખાસ્ત દાખલ કરવામાં આવી છે બપોરે ચર્ચા શરૂ થવા જઈ રહી છે.

ભાજપના સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ભાજપ વિપક્ષ સાથે ચર્ચા કરવા તૈયાર છે. એટલું જ નહિ ધારાસભ્યની સજામાં ઘટાડા માટે પણ ખુલ્લા મને વિચાર કરવા તૈયાર છે. ભાજપ અવિશ્વાસ પ્રસ્તાવ દરખાસ્ત પર ચર્ચા ન થાય અને વિપક્ષ તેને પાછી ખેંચી લે માટે ભાજપે તમામ વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. ખાસ કરીને ધારાસભ્યોના સસપેન્શનના મામલે ર ધારાસભ્યો કે જેમને ત્રણ વર્ષ માટે સસપેન઼્ડ કરવામાં આવ્યા છે તેમનું સસપેન્શન ઓછું કરીને 1 વર્ષનું કરવા તેમજ એક ધારાસભ્ય કે જેમને એક વર્ષ માટે સસપેન્ડ઼ કરવામાં આવ્યા છે. તેમને માત્ર એક સત્ર સુધી જ સસપેન્ડ રાખવા ભાજપે વિપક્ષ સાથે ચર્ચા કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. જો વિપક્ષની વાત માનવામાં આવે તો વિપક્ષ અધ્ય્ક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ દરખાસ્ત પાછું ખેંચવા પણ તૈયાર હોવાનું કોંગ્રેસના સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
જો કે આ માટે અધ્યક્ષ  પોતે તૈયાર નથી તેમ પણ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. તે ત્રણેય ધારાસભ્યોની સજા યથાવત રાખવા મક્કમ હોવાનું અને તે અવિશ્વાસ પ્રસ્તાવ દરખાસ્તનો સામનો કરવા તૈયાર હોવાનું જણાવ્યું છે. જો ગૃહમાં અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ દરખાસ્ત પર ચર્ચા કરવામાં આવે અને વોટિંગ થાય તો પણ ભાજપ 99 બેઠકો ધરાવે છે જ્યારે કોંગ્રેસ 80 +2 બેઠકો (ભૂપેન્દ્રસિંહ ખાંટ અને જિજ્ઞેશ મેવાણીનું સમર્થન) પ્રાપ્ય છે. તેવા સંજોગોમાં અવિશ્નાસ દરખાસ્ત પસાર તેવી શક્યતાઓ નહિંવત છે. ગૃહમાં આજે શું થશે તેની પર હાલ સૌની નજર મંડાયેલી છે. ગૃહમાં ચર્ચા પહેલાં જ વિપક્ષ સાથે સમાધાન કરવામાં આવે તેવી પૂરી શક્યતા રહેલી છે.