મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 22 માર્ચ 2018 (16:23 IST)

Porbandar, News - પોરબંદરમાં ઈન્ડીયન નેવીનું વિમાન ક્રેશ : જાનહાની ટળી

પોરબંદરમાં ઈન્ડીયન નેવીનું યુ.એ.વી. વિમાન આજે જીઆઈડીસી પોલીસ સ્ટેશન નજીક તુટી પડયું હતું. જોકે આ દુઘૅટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ ઘટના અંગે પ્રાપ્ત થયેલી પ્રાથમિક માહિતી મુજબ ઈન્ડીયન નેવીનું યુ.એ.વી. વિમાન આજે જીઆઈડીસી પોલીસ સ્ટેશન નજીક ક્રેશ થઈને ખાબકયુ હતું. આ વિમાન પાયલોટ વગરનું હતું અને આજુબાજુમાં કોઈ વસાહત ન હોય અન્ય કોઈ ઈજા કે જાનહાનિ થતા ટળી હતી.
બનાવની જાણ થતા ઈન્ડીયન નેવીના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. આ વિમાન રાબેતા મુજબ પ્રેકટીસમાં હતુ પરંતુ કોઈ ટેકનીકલ ખામીના કારણે દુઘૅટનાગ્રસ્ત બની ગયું હતું. નેવી દ્વારા આ અંગે ટેકનીકલ સહિતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી. છતાં આ ઘટનાથી પુરા પોરબંદર વિસ્તારમાં ભારે ચકચાર અને સનસનાટી ફેલાઈ ગયા હતા.