શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 17 જુલાઈ 2018 (00:11 IST)

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પૂરની ગંભીર સ્થિતિ, પાણી ઓસર્યા પછી પશુ મૃત્યુઆંક 27ને પાર

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી પૂરની ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. રાજ્યના 7 જિલ્લામાં પૂરની સ્થિતિના કારણે 26 લોકોના મોત થયા છે. રાજ્યમાં વરસાદે સર્જેલી આ તારાજીને પગલે મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતેથી રાજ્યની ભારે વરસાદની સ્થિતિ સંદર્ભે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.  રાજ્યના 7 જિલ્લામાં પૂરની સ્થિતિ અને 26 લોકોના મોત થયા બાદ આજે અચાનક જ રૂપાણી સરકાર પૂરમાં ફસાયેલા લોકોની વહારે આવવા સક્રિય થઈ છે. મુખ્યપ્રધાને વરસાદને લઈ બેઠક બોલાવી હતી. આ બેઠક સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર ખાતે મળી હતી.
બેઠક બાદ મુખ્યપ્રધાને કહ્યું કે,’તમામ જગ્યાએ વરસાદને પગલે તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે. નવી બોટો પણ મંગાવવામા આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, એરફોર્સને સ્ટેન્ડ ટૂ ના આદેશ આપવામાં આવ્યા છે અને જરૂર પડ્યે તેની મદદ લેવામાં આવશે.
 
પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે,’પીએમ નો પ્રોગ્રામ યથાવત છે’.
 
વરસાદને કારણે ચાલુ વર્ષે ચોમાસામાં અત્યાર સુધીમાં ૨૭ નાગરીકોના મૃત્યુ થયા છે. જેમાં પાણીમાં ડુબવા અને પુરમાં તણાઈ જવાને કારણે મૃત્યુ પામેલા ૧૧ નાગરીકોનો સમાવેશ થાય છે. ભાવનગર, અમરેલી સહિત દક્ષિણ સૌરાષ્ટ્રમાં જેમ જેમ પાણી ઓસરી રહ્યા છે તેમ તેમ પશુઓના મૃતદેહ બહાર આવી રહ્યા છે. અત્યાર સુધીમાં વરસાદને કારણે ૮૮ પશુ મૃત્યુ પામ્યા છે.