મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 જાન્યુઆરી 2023 (16:20 IST)

આ WhatsApp નંબરથી હવે સીધી જ મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરિયાદ કરી શકાશે

cm office whatsapp
ગુજરાતમાં ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક જીત મેળવીને ભાજપની સરકાર કામે લાગી ગઈ છે. ડબલ એન્જિન સરકાર દ્વારા રાજ્યમાં વિકાસ કામોને વેગ આપવામાં આવી રહ્યો છે. ત્યારે લોકોની ફરિયાદો સીધી જ મુખ્યમંત્રી સુધી પહોંચે અને મુખ્યમંત્રીના કાર્યાલયને સોશિયલ મીડિયા સાથે જોડવા માટે એક વોટ્સએપ નંબર 7030930344 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર રાજ્યનો કોઈપણ નાગરીક ફરિયાદ કરી શકશે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત બીજી વખત શાસનની ધૂરા સંભાળ્યા બાદ તેઓ કંઈક નવું કરવાના પ્રયત્નો કરતાં રહ્યાં છે. તેમણે ગુજરાતના નાગરીકોને કોઈ જ તકલીફ ના રહે તે માટે એક નિર્ણય લીધો છે. જેમાં રાજ્યનો દરેક નાગરીક મુખ્યમંત્રી કાર્યાલય સાથે સોશિયલ મીડિયા મારફતે જોડાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે જાહેર કરવામાં આવેલા એક વોટ્સએપ નંબર પર લોકો પોતાની ફરિયાદ કરી શકશે. મુખ્યમંત્રી કાર્યાલયને હવે સોશિયલ મીડિયા સાથે જોડવા માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યાં છે. આ માટે 7030930344 વોટ્સએપ નંબરથી લોકો મુખ્યમંત્રી કાર્યાલય સાથે સંપર્ક સાધી શકશે. આ નંબર મારફતે વિવિધ રજૂઆતો, અરજી, ફરિયાદ સહિતની બાબતો મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકાશે. મુખ્યમંત્રીના કાર્યાલયના વોટ્સએપ નંબર પરથી એક ઓટો જનરેટેડ મેસેજ મળશે.  મુખ્યમંત્રી કાર્યાલય સોશિયલ મીડિયા સાથે જોડી શકાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કાર્યાલય સાથે જોડાવવા આ 7030930344 વોટ્સએપ નંબર જાહેર કરાયો છે. જે વોટ્સએપના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયમા સંપર્ક કરી શકાશે. જેના મારફતે વિવિધ રજૂઆતો, અરજી, ફરિયાદ સહિતની બાબતો મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સએપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે.