સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 સપ્ટેમ્બર 2018 (12:28 IST)

મોઘવારી સામે વિરોધ કરતા કોંગ્રેસના ધારાસભ્યોએ સાઈકલ યાત્રા કાઢી

ખેડૂતોના મુદ્દાઓને લઈ કોંગ્રેસે ગઈકાલે ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કરીને સરકારને ઘેરવવાનો પ્રયાસ કર્યો હતો પણ તે નિષ્ફળ રહી હતી. આજે વિધાનસભા સત્રના બીજા અને અંતિમ દિવસે પણ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા સાઈખલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. MLA ક્વાર્ટરથી લઈને વિધાનસભા સુધી આ સાઈકલ રેલીનું આયોજન કરાયું હતું. મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના વિરોધ કરવામાં આવ્યો હતો. હાલ આ સાઈકલ રેલી વિધાનસભા સુધી પહોંચી ગઈ છે.

વિધાનસભા સત્રના પ્રથમ દિવસે સરકારને ઘેરવવાના પ્રયાસમાં કોંગ્રેસ ફ્લોપ રહી. મોઘવારી સામે વિરોધ કરતા કોંગ્રેસના ધારાસભ્યોએ સાઈકલ યાત્રા કાઢી હતી. જેમાં પરેશ ધાનાણી સહિતના ધારાસભ્યોએ ગળામાં ભાજપ વિરોધી બેનરો પહેરીને સાઈકલ રેલી કાઢી હતી. વિધાનસભા તરફ આગળ વધી રહેલા કોંગ્રેસી કાર્યકરો અને ધારાસભ્યોની ટીંગાટોળી કરીને પોલીસે અટકાયત કરી હતી. વિધાનસભા જતાં અટકાવતાં પથ્થરમારો થયો હતો જેમાં એક પોલીસકર્મીને માથાંના ભાગે વાગતાં લોહીલુહાણ થયો હતો. પથ્થરમારામાં અન્ય કર્મીઓને પણ ઈજાઓ થઈ છે

. દરમિયાન કોંગ્રેસના ગુજરાત પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી રાજીવ સાતવ સહિત કાર્યકરોની અટકાયત કરાઈ હતી. કોંગ્રેસ વિધાનસભાનો ખેડૂતો અને અન્ય મુદ્દાઓને લઈને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તે નિષ્ફળ રહી હતી