શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 22 એપ્રિલ 2023 (16:14 IST)

યુવરાજસિંહના કેસમાં કોંગ્રેસે ઝંપલાવ્યું, યુનિવર્સિટી પાસે સુત્રોચ્ચાર કરી યુવરાજને મુક્ત કરવા માંગ કરી

congress with yuvraj singh
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ભાવનગર પોલીસે ધરપકડ કરતા મામલો ગરમાયો છે. NSUI દ્વારા આજે અમદાવાદમાં યુવરાજસિંહની ધરપકડ મામલે વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી પાસે જાહેર રોડ પર વિરોધ કરી રહેલા NSUIના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.યુવરાજસિંહ જાડેજાની ભાવનગર પોલીસે ગઈકાલે પૂછપરછ બાદ ધરપકડ કરી છે.

યુવરાજસિંહની ધરપકડને લઈને અનેક સંગઠનોએ વિરોધ કર્યો છે ત્યારે અમદાવાદમાં પણ NSUIના કાર્યકરોએ વિરોધ કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટી પાસે દાદા સાહેબના પગલાં પાસે NSUIનાં કાર્યકરો સુત્રોચાર સાથે વિરોધ કરી રહ્યા હતા. યુવરાજસિંહને મુક્ત કરવાની પણ NSUIના કાર્યકરોએ માંગણી કરી હતી. રોડ રસ્તા બંધ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ, પોલીસે વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોની અટકાયત કરી હતી.NSUIના નેતા વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થીઓનાં હિતમાં કામ કરે છે. પૂર્વ મંત્રીઓનાં નામ આપતા યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે. સરકાર અપરાધીઓને ફરિયાદી અને ફરિયાદીઓને અપરાધી બનાવી રહી છે. યુવરાજસિંહને તાત્કાલિક મુક્ત કરવામાં આવે જો યુવરાજસિંહને છોડવામાં નહિ આવે તો NSUI ઉગ્ર આંદોલન કરશે.