સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 જૂન 2021 (10:06 IST)

કોન્સ્ટેબલનું કૃત્ય: માસ્કના બહાને મહિલાને કારમાં બેસાડી આચર્યું દુષ્કર્મ, પતિને જાનથી મારી નાખવાની આપી ધમકી

રાજ્યમાં સતત વધી રહેલા દુષ્કર્મ અને ગુનાઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતના ઉમરપાડા વધુ સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના બાદ પોલીસ છબિને લાંછન લાગે તે પ્રકારનું કૃત્ય એક કોન્સેબલે આચર્યું છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરપાડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ નરેશ કાપડિયાએ ગત વર્ષે એટલે 2020માં માસ્ક ન પહેરવાની બાબતે એક 33 વર્ષીય મહિલાએ માસ્ક ન પહેર્યું હોવાથી પોતાની સાથે પોલીસ સ્ટેશન ચાલવા માટે કહ્યું હતું. ત્યારે બાદ આ મહિલાને પોતાની કારમાં લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આ ખાખીધારીએ મહિલાનો અશ્લીલ ફોટો મોબાઇલમાં પાડી લીધો હતો. જેના આધારે તે મહિલા આ ફોટો વારંવાર બતાવી દુષ્કર્મ આચરતો હતો. તે મહિલાને ભૂતપોરના ફાર્મ હાઉસ અને પલસાણાની કાઠિયાડી હોટલમાં લઇ જઇ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતો હતો. 
 
આ દરમિયાન મહિલા ગર્ભવતી થઇ જતાં આ કોન્ટેબલે તેનો ગર્ભપાત પણ કરાવ્યો હતો. અને તેણે મહિલાને ધમકી આપી હતી કે જો તું આ અંગે કોઇને જણાવીશ તો તારા ફોટાને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દઇશ અને તેમજ તારા પતિ પર ખોટા આરોપો લગાવીને ફસાવી દઇશ કાંતો તેને મારી નાખીશ. જેથી મહિલાએ આ કોન્સ્ટેબલ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 
 
તો બીજી તરફ કોન્સ્ટેબલની પત્નીએ મહિલા અને તેના પતિ વિરૂદ્ધ ફરિયાદ એટ્રોસિટીની નોંધાવતાં આરોપ લગાવ્યો હતો કે મહિલા મારા પતિને પ્રેમજાળમાં ફસાવી રાખવા માટે દબાણ કરતી હતી. જેને લઇને મહિલાએ મારા પતિ સાથે ઘણીવાર ઝઘડો કર્યો હતો. 7 મે 2021ના રોજ અમે બાઇક પર જતાં હતા ત્યારે સોસાયટીની બહાર મહિલા અને તેના પતિએ ગાળાગાળી કરી જાતિવિષયક શબ્દો ઉચ્ચાર્યા હતા. તેમન મારા પતિને નોકરીમાં કઢાવવા દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી ધમકી આપી છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે થોડા સમય અગાઉ આરોપી કોન્સ્ટેબલ પોતાની પત્ની સાથે કારમાં જઇ રહ્યો હતો ત્યારે ભોગ બનનાર મહિલાએ કોન્સ્ટેબલની કાર રોકીને માથાકૂટ કરી હતી. આ દરમિયાન કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલની પત્ની અને મહિલા વચ્ચે જાહેરમાં હાથાપાઇ થઇ હતી. જેનો વિડીયો પર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.