શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 જૂન 2021 (09:58 IST)

પત્નીના વિરહ જીરવી ન શક્યો પતિ, બે પુત્રીને ઝેર આપી પોતે કરી લીધી આત્મહત્યા

ગુજરાતના આણંદ શહેરમાં એક 30 વર્ષીય યુવકે પોતાની બે માસૂમ દિકરીને ઝેર આપ્યા બાદ પોતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. યુવકની પત્નીનું થોડા દિવસો પહેલાં નિધન થયું હતું. ત્યારબાદ યુવક સદમામાં હતો. પતિ-પત્ની બંને મજૂરી કરતા હતા. 
 
મળતી માહિતી અનુસાર પાદરા તાલુકાના દૂધાવાલા ગામના રહેવાસી ચિંરજીવી ધનશ્યામ પ્રજાપતિ (30) પત્ની લલિતાબેન તથા બે પુત્રીઓ માનસી (6) અને પ્રિયાંશી (3) આણંદ શહેરમાં રહેતા હતા. પતિ-પત્ની બંને મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. પરંતુ થોડા દિવસો પહેલાં બિમારીના લીધી લલિતાબેનનું મોત નિપજ્યું હતું. 
 
ધનશ્યામે સોમવારે રાત્રે ભોજનમાં ઝેર ભેળવીને પુત્રીઓને આપ્યું હતું. બંનેના મોત બાદ પોતે પણ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. બીજા દિવસે સવારે ધરનો દરવાજો ન ખુલતાં પડોશીઓને શંકા ગઇ હતી. કોઇએ અંદર જોયું તો પુત્રીઓની લાશ જોવા મળી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. ભોજન પાસે જ ઝેરની શીશી મળી આવી હતી. 
 
ઘટનાની જાણકારી મળતા આણંદ ટાઉન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને ત્રણેય મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે મૃતક ચિરંજીવીનો છ માસનો પુત્ર તેની નાની પાસે સુઈ રહ્યો હોઇ આ માસુમ દીકરાએ માતાનાં મૃત્યુ બાદ પિતાનું પણ છત્ર ગુમાવતા સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. 
 
પોલીસે ધરમાંથી ચીરંજીવીએ લખેલી સ્યુસાઈડ નોટ પણ કબજે કરી છે,જેમાં તેણે પોતાની પત્નીનાં વિરહમાં આત્મહત્યા કરતો હોવાનું તેમજ પોતાની બન્ને દિકરીઓને પણ સાથે લઈ જઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું.