મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 24 જુલાઈ 2019 (12:48 IST)

ઓછા વરસાદના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા, કોથમિર સૌથી મોંઘી

ચોમાસાની સિઝન હોવા છતાં વાતાવરણમાં હજી પણ ઉનાળો હોય તેવો અનુભવ થઈ રહ્યો છે.   વરસાદ ઓછો થવાની અસર શાકભાજીના ભાવો પર પડી છે.  રાજ્યમાં શાકભાજીના ભાવમાં અધધ વધારો થયો છે. ધાણાં, આદું, મરચા, લસણના ભાવ ખૂબ જ વધ્યા છે. ફ્લાવર, કોબીજ, પાલક, મેથી, ડુંગરી, પરવળના ભાવમાં બમણો વધારો થયો છે. શાકભાજી સહિતની જીવનજરૂરિયાતની ચીજમાં વધારો થતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉનાળાની સીઝનની શાકભાજીનો ફાલ પુર્ણ થઇ ગયો છે. બીજી તરફ વરસાદ ન વરસવાના કારણે ચોમાસુ શાકભાજીની વિધિવત આવક શરૂ થઇ નથી. તેથી શાકભાજીની આવકમાં ઘટાડો થયો અને ભાવ વધતાં ગ્રાહકોમાં ઘટાડો નોંધાયો છે. ભાવ વધારો થવાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.વરસાદને આધારે જિલ્લાના મોટાભાગના ખેડૂતોએ સમયસર વાવેતર કરી દીધુ હતુ. પરંતુ ત્યારબાદ વરસાદ નહિ વરસતા ખેતરોમાં ઉગેલા પાક મુરઝાવવા લાગ્યા છે. હજારો ખેડૂતોને પાણી નહિ મળતા તેમનો પાક નિષ્ફળ નિવડ્યો છે, જેના કારણે ખેડૂતોએ પોતાના પાકને ઉપાડી લેવાની દયનીય સ્થિતિ ઉભી થઈ છે. મોંઘા બિયારણો અને ખાતર સહિતનો ખર્ચ કરીને વાવણી કર્યા બાદ પાક નિષ્ફળ નિવડતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. તો બીજી તરફ શાકભાજીના પાકને પણ અસર થઈ છે.