મંગળવાર, 25 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 2 એપ્રિલ 2021 (14:48 IST)

વડોદરામાં જેટ ગતિએ કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. પરિણામે કોરોના સામે રાહત આપતા

corona virus
રેમડીસીવર  ઇન્જેક્શનની માંગમા વધારો થતાં ઇન્જેક્શનોની કત્રિમ અછત શરૂ થઇ ઞઇ છે.  કેટલાક મેડિકલ સ્ટોર દ્વારા ઇન્જેક્શનોની કહેવાતી અછતનો ફાયદો ઉઠાવી રૂપિયા 1500 થી રૂપિયા 1700 માં મળતા ઇન્જેક્શનો એમ.આર.પી. પ્રમાણે રૂપિયા 5500માં વેચાણ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા સહિત સમગ્ર દેશમાં કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે અને તેની સામે જીતવા માટે તંત્ર સતત લડત ચલાવી રહ્યું છે. ત્યારે કેટલાક  મેડિકલ સ્ટોર સંચાલકોએ રેમડીસીઆર ઇન્જેક્શનની કાળા બજારી શરૂ કરી હોવાની વિગતો જાણવા મળી છે. 
વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે બીજી તરફ વડોદરા શહેરમાં કોરોના વાઇરસની સારવારમાં લેવામાં આવતા ઇંજેકશનની કાળાબજારી આમે આવી છે. 
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા રેમડીસીઆર ઇન્જેક્શનના ભાવ રૂપિયા 1700 નક્કી કરવામાં આવ્યા છે. પરંતુ, કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતા આ ઇંજેકશન કાળા બજારમાં રૂપિયા 5500માં વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. 
વડોદરામાં  હાલ, કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોનાની સારવાર માટે રામબાણ ગણાતા  રેમડીસીઆર ઇન્જેક્શનોની અછત વચ્ચે હવે તેની કાળાબજારની આશંકા સેવાઇ રહી છે.  હાલ આ  ઇન્જેક્શનોની માંગ સામે પુરવઠો ઓછો છે. મુખ્ય ડીલર પાસે જ આ જથ્થો હોય,  કેમિસ્ટની દુકાનો ઉપર આ ઇન્જેક્શન  મળી રહ્યા નથી. ત્યારે આ દિશામાં તંત્ર તપાસ કરે તેવી લોકમાંગ ઉઠી છે.
દવાના વેપારી સંજયભાઇએ જણાવ્યું હતું કે, વડોદરામાં રેમડીસીઆર મેડિકલ સ્ટોરમાં મળી રહ્યા નથી. ઇન્જેક્શનોનો સ્ટોક છે. પરંતુ કુત્રિમ અછત ઉભી કરીને એમ.આર.પી. પ્રમાણે ભાવ વસુલવામાં આવી રહ્યા છે. વડોદરામાં કોરોનાના કેસોમા સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોના સામે રાહત આપતાં રેમડીસીઆર ઇન્જેક્શન લોકોને સરકારે નક્કી કરેલા ભાવ મુજબ મળી રહે તે માટે તંત્રએ કાર્યવાહી કરવાની જરૂર છે.