1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :અમદાવાદ , બુધવાર, 29 માર્ચ 2023 (22:54 IST)

ગુજરાતમાં ફરી ત્રણ દિવસ બાદ કોરોનાના કેસ વધ્યા, છેલ્લા 24 કલાકમાં નવા 401 કેસ નોંધાયા

Corona cases increased in Gujarat
અમદાવાદ જિલ્લામાં કોરોનાની સ્થિતિ વધુ વિકટ બનવા તરફ, નવા કેસ 144
 
241 દર્દીઓ સાજા થયાં જ્યારે 8 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે
 
ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. ના ફક્ત કેસમાં પણ હવે મૃત્યુના કેસ પણ સામે આવવા લાગ્યા છે. આજે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 401 કેસ નોંધાયા છે. જ્યારે 241 દર્દીઓ સાજા થયાં છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. આજે રાજ્યમાં એક પણ વ્યક્તિનું કોરોનાથી મોત નિપજ્યું નથી.
 
રાજ્યમાં આ વિસ્તારોમાં કોરોનાના કેસ નોંધાયા
અમદાવાદ જિલ્લામાં 144, સુરત જિલ્લામાં 45, રાજકોટ જિલ્લામાં 42, મોરબીમાં 22, વડોદરા જિલ્લામાં 41, ગાંધીનગર જિલ્લામાં 12, જામનગર જિલ્લામાં 6, મહેસાણામાં 16, અમરેલીમાં 14, કચ્છમાં 9, બનાસકાંઠામાં 8, આણંદમાં 7, સાબરકાંઠા અને વલસાડમાં પાંચ પાંચ કેસ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં ચાર ચાર કેસ, ભરૂચ, છોટાઉદેપુર અને પાટણમાં ત્રણ ત્રણ કેસ, નવસારીમાં બે કેસ, દાહોદ, દ્વારકા, મહિસાગર અને પંચમહાલમાં એક એક કેસ નોંધાયો છે. 
 
8 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે
રાજ્યમાં છેલ્લા 23  દિવસમાં જ કોરોનાના કારણે 6 વ્યક્તિના મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11053 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 2136 એક્ટિવ કેસ છે. 8 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 2128 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.97 ટકા થઈ ગયો છે.