ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 27 એપ્રિલ 2021 (21:48 IST)

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર: નવા સંક્રમિતોની સંખ્યા પર કાબૂ, પણ મૃત્યુમાં વધારો

ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતો જઇ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. રોજેરોજ આંકડા જે પ્રકારની છલાંગો લગાવી રહ્યા છે તે જોતા ગુજરાત પણ મહારાષ્ટ્રનાં રસ્તે જઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. રોજેરોજ કોરોનાના આંકડા કુદકેને ભુસકે વધી રહ્યા છે. રાજ્યમાં આજે 14,352 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 7,803 લોકો સાજા થયા છે. અત્યાર સુધી કુલ 3,90,229 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ ઘટીને 74.37 ટકાએ પહોંચ્યો છે. 
અત્યાર સુધીમાં કુલ 95,11,122 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 21,11,484 નાગરિકોનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 1,16,22,606 રસીકરણનાં ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે ઉંમરનાં અને 45થી 60 વર્ષનાં કુલ 66,624 લોકોને પ્રથમ ડોઝ અને 87,098 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું. જો કે રાજ્યમાં હજી સુધી કોઇને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. 
 
રાજ્યમાં આજે કોરોનાના નવા 14,352 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાંથી 7,803 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ પણ ગગડીને 74.37 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 3,90,229 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો 1,27,840 એક્ટિવ કેસ છે. જ્યારે 418 લોકો વેન્ટિલેટર પર છે. 1,27,422 લોકો સ્ટેબલ છે. 3,90,229 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 6,656 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 170 લોકોનાં મોત નિપજ્યાં છે. 
 
 
અમદાવાદ કોર્પોરેશન 26, સુરત કોર્પોરેશન 23, રાજકોટ કોર્પોરેશન 9, વડોદરા કોર્પોરેશન 10, જામનગર કોર્પોરેશન 9, ભાવનગર કોર્પોરેશન 2 અને જૂનાગઢ કોર્પોરેશન 3, આણંદ 1, અરવલ્લી 4, બનાસકાંઠા 5, ભરૂચ 2, ભાવનગર 2, બોટાદ 1, છોટા ઉદેપુર 1, દાહોદ 2, દેવભૂમિ દ્વારકા 1, ગાંધીનગર 1, ગીર સોમનાથ 1, જામનગર 9, જૂનાગઢ 2, કચ્છ 12, મહિસાગર 2, મહેસાણા 4, મોરબી 7, પંચમહાલ 1, પાટણ 4, રાજકોટ 4, સાબરકાંઠા 6, સુરત 4, સુરેન્દ્રનગર 5, વડોદરા 4 અને વલસાડ 3 એમ કુલ 170 વ્યક્તિનાં મોત નિપજ્યાં છે.