શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 12 એપ્રિલ 2021 (21:09 IST)

ગુજરાતમાં કોરોના બેકાબુ, નવા 6021 કેસ નોંધાયા, 2854 દર્દી સાજા થયા , 55ના મોત

ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. નવા કેસોમાં રોજે રોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 6 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ નવા કેસ નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં 6021 નવા કેસ નોંધાયા છે અને 2854 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અમદાવાદ શહેરમાં 20, સુરત શહેરમાં 18 , વડોદરા શહેરમાં 7 , રાજકોટ શહેરમાં 4 , રાજકોટ જિલ્લામાં 2, ભરૂચ, બોટાદ, સાબરકાંઠા અને સુરત જિલ્લામાં 1-1 મળી કુલ 55 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે.

રાજ્યમાં 4 દિવસથી હાઈએસ્ટ મોતનો આંકડો નોંધાઈ રહ્યો છે. આ પહેલા 11 જૂને 38 દર્દીના મોત થયા હતા. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 4855એ પહોંચ્યો છે. જ્યારે રિક્વરી રેટ 89.95 ટકા થયો છે.આજે રાજ્યમાં 2 લાખ 26 હજાર 326ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 82 લાખ 37 હજાર 367 લોકોને પ્રથમ ડોઝ અને 11 લાખ 12 હજાર 678 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 93 લાખ 50 હજાર 45નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 1 લાખ 73 હજાર 196 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 42 હજાર 558ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી. રાજ્યમાં છેલ્લા 73 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખ 53 હજાર 516ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4800 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 3 લાખ 17 હજાર 981 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 30680 એક્ટિવ કેસ છે, જેમાંથી 216 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 30464 દર્દીની હાલત સ્થિર છે.