ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, ઓલટાઈમ હાઈ 6690 કેસ નોંધાયા, મોતનો આંકડો 67 થયો

corona gujarat
Last Updated: મંગળવાર, 13 એપ્રિલ 2021 (21:15 IST)
રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના કેસનો આંકડો 6 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ નવા કેસ નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં 6690 નવા કેસ નોંધાયા છે અને 2748 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અમદાવાદ શહેરમાં 23, સુરત શહેરમાં 22, રાજકોટ શહેરમાં 5, વડોદરા શહેરમાં 4, સુરત જિલ્લામાં 3, બનાસકાંઠા અને રાજકોટ જિલ્લામાં 2-2, આણંદ, ભરૂચ,છોટા ઉદેપુર, ગાંધીનગર, જૂનાગઢ અને સાબરકાંઠા જિલ્લામાં 1-1 મળી કુલ 67 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે.
news of gujarat

રાજ્યમાં 5 દિવસથી હાઈએસ્ટ મોતનો આંકડો નોંધાઈ રહ્યો છે. આ પહેલા 11 જૂને 38 દર્દીના મોત થયા હતા. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 4922એ પહોંચ્યો છે. જ્યારે રિક્વરી રેટ 89.04 ટકા થયો છે. 2 લાખ 15 હજાર 805ને રસી આપવામાં આવીઆજે રાજ્યમાં 2 લાખ 15 હજાર 805ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 84 લાખ 4 હજાર 128 લોકોને પ્રથમ ડોઝ અને 11 લાખ 61 હજાર 722 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 95 લાખ 65 હજાર 850નું વેક્સિનેશન પૂર્ણ થયું છે.

આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 1 લાખ 57 હજાર 510 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 47 હજાર 35ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી. 34555 એક્ટિવ કેસ અને 221 વેન્ટિલેટર પરરાજ્યમાં છેલ્લા 74 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખ 60 હજાર 206ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4800 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 3 લાખ 20 હજાર 729 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 34555 એક્ટિવ કેસ છે, જેમાંથી 221 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 34334 દર્દીની હાલત સ્થિર છે
news of gujaratઆ પણ વાંચો :