રવિવાર, 6 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 10 એપ્રિલ 2021 (20:56 IST)

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, રાજ્યમાં કોરોનાના આજે હાઈટાઈમ હાઈ 5011 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. નવા કેસોમાં રોજે રોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 5 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ નવા કેસ નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં 5011 નવા કેસ નોંધાયા છે અને 2525 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં સુરત શહેરમાં 15, અમદાવાદ શહેરમાં 14, રાજકોટ શહેરમાં 8, વડોદરા શહેરમાં 4, અમદાવાદ, સુરેન્દ્રનગર, છોટા ઉદેપુર, ગાંધીનગર, ગાંધીનગર શહેર અને સુરત જિલ્લામાં 1-1 મળી કુલ 49 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. આ સાથે જ કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 25 હજારને પાર થઈ ગયો છે. રાજ્યમાં બે દિવસથી હાઈએસ્ટ મોતનો આંકડો નોંધાઈ રહ્યો છે. આ પહેલા 11 જૂને 38 દર્દીના મોત થયા હતા. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 4746એ પહોંચ્યો છે. જ્યારે રિક્વરી રેટ 91.27 ટકા થયો છે. આજે રાજ્યમાં 2 લાખ 87 હજાર 617નેને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 78 લાખ 71 હજાર 91 લોકોને પ્રથમ ડોઝ અને 10 લાખ 31 હજાર 634 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 89 લાખ 2 હજાર 725નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 2 લાખ 34 હજાર 272 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 43 હજાર 474ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.