શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 10 એપ્રિલ 2021 (23:20 IST)

IPL 2021, CSK vs DC : ધવન-પૃથ્વીએ રમી તોફાની રમત, દિલ્હીએ ચેન્નઈને 8 વિકેટથી હરાવ્યુ

દિલ્હી કેપિટલ્સે IPL 2021ની બીજી મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે 189 રનનો પીછો કરતાં 18.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કર્યો. આ મેચ જીતીને જ દિલ્હીએ ચેન્નઈ સામે જીતની હેટ્રિક લગાવી છે. અગાઉ 2020માં પ્રથમ મેચમાં દિલ્હીએ ચેન્નઈને 44 રન અને બીજી મેચમાં 5 વિકેટે માત આપી હતી. દિલ્હી માટે રનચેઝમાં શિખર ધવને 85 અને પૃથ્વી શોએ 72 રન બનાવ્યા.



 
 
LIVE UPDATES:
- 10 ઓવર પછી ચેન્નઈ સુપર કિંગ્સે ત્રણ વિકેટે 71 રન બનાવ્યા છે. સુરેશ રૈના 25 અને અંબાતી રાયડુ 2 રન બનાવીને રમી રહ્યા છે.
- 9 મી ઓવરના ત્રીજા બોલ પર અશ્વિને મોઇન અલીની વિકેટ ઝડપી. તેણે મોઇન અલીને 36 રને આઉટ કર્યો. અગાઉ મોઈને તેના બે બોલમાં બે સિક્સર ફટકારી હતી.
- 5 ઓવર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 2 વિકેટે 30 રન છે. સુરેશ રૈના 12 અને મોઇન અલી 10 રન બનાવીને રમી રહ્યા છે. 
-  ત્રીજી ઓવરના પ્રથમ બોલ પર ક્રિસ વોક્સે ઋતુરાજ ગાયકવાડને આઉટ કર્યો. તે પાંચ રન બનાવીને આઉટ થયો. વોક્સની ગેંજ પર તેનો કૈચ શિખર ધવને લીધો. 
- ચેન્નઈ સુપર કિંગ્સની તરફથી બેટિંગ કરી રહ્યા છે. 
- ઓવેશ ખાવે બીજી ઓવરની ચોથી બોલ પર ફાફ ડૂ પ્લેસિસને ખાતુ ખોલ્યા વગર પેવેલિયન ભેગો કર્યો છે. 
 
ચેન્નઈ સુપર કિંગ્સના પ્લેઈંગ ઈલેવન - 
 
ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુ પ્લેસીસ, મોઇન અલી, સુરેશ રૈના, અંબાતી રાયડુ, મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, સેમ ક્યુરેન, ડ્વેન બ્રાવો, શાર્દુલ ઠાકુર, દિપક ચહર.
 
દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન - 
પૃથ્વી શો, શિખર ધવન, અજિંક્ય રહાણે, ઋષભ પંત (કેપ્ટન), માર્કસ સ્ટોઇનિસ, શિમરોન હેતમેયર, ક્રિસ વોક્સ, ટોમ ક્યુરેન, આર અશ્વિન, અમિત મિશ્રા, અવવેશ ખાન


11:11 PM, 10th Apr
- 18 ઓવર પછી, દિલ્હી કેપિટલ્સએ બે વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા. દિલ્હીને જીતવા માટે 12 બોલમાં 7 રનની જરૂર 
- 17 મી ઓવરના ત્રીજા બોલ પર ધવન શાર્દુલ ઠાકુરના હાથે આઉટ થયો હતો. ધવન 85 રન બનાવીને આઉટ થયો. 17 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સએ બે વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા

10:45 PM, 10th Apr
- 14 મી ઓવરના ત્રીજા બોલ પર બ્રાવોએ પૃથ્વી શોને આઉટ કર્યો. પૃથ્વી શો 72 રન બનાવીને આઉટ થયો. 14 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સએ એક વિકેટના નુકસાન પર 139 રન બનાવ્યા છે. બ્રાવોએ આ ઓવરમાં ત્રણ રન આપ્યા.
 
- 13 ઓવર પછી દિલ્હી કૈપિટલ્સે કોઈ પણ નુકશાન વગર 136 રન બનાવી લીધા છે. પૃથ્વી શૉ 71 અને શિખર ધવને 64 રન બનાવીને રમી રહ્યા છે. 
- શિખર ધવને પોતાનો પચાસ રન પૂરા કરી લીધા છે. 11 ઓવર પછી દિલ્હી કેપિટલ્સએ કોઈ પણ નુકશાન વગર 113 રન બનાવ્યા છે.
- પૃથ્વી શોએ પોતાનો પચાસરન પૂરા કરી લીધા, તેમણે 27 બોલમાં પોતાના પચાર રન પુરા કર્યા. 10  ઓવરમાં ઓવર બાદ દિલ્હી કેપિટલે કોઈપણ નુકશાન વગર 99 રન બનાવી લીધા છે. 
- પૃથ્વી શો અને શિખર ધવનની જોડીએ 7 ઓવરમાં ટીમના 70 રન પૂરા કર્યા છે. આ સમય દરમિયાન શો ધવન કરતા વધુ ઝડપી રમી રહ્યા છે. તેઓ પચાસની ખૂબ નિકટ આવી ગયા છે.
- 5 ઓવર પછી  દિલ્હી કેપિટલે કોઈ નુકસાન કર્યા વગર 58  રન બનાવી લીધા છે. પૃથ્વી શો 31 અને શિખર ધવન 27 રન બનાવીને રમી રહ્યા છે.

09:33 PM, 10th Apr
- દિલ્હી કેપિટલ ઇનિંગ્સ શરૂ થઈ ગઈ છે. પૃથ્વી શો અને શિખર ધવન દિલ્હી તરફથી બેટિંગ કરવા માટે આવ્યા છે. દિપક ચહર ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી બોલિંગ કરી રહ્યો છે.

09:02 PM, 10th Apr
- 15 મી ઓવરના પહેલા બોલ પર સુરેશ રૈના  પર 54 રન બનાવીને આઉટ થયો છે.  વોક્સના થ્રો પર રૈના આઉટ થયો. હાલ સીએસકેનો સ્કોર 5 વિકેટ પર 137 રન છે
- 14 મી ઓવરના પાંચમા બોલ પર ટોમ કરને અંબાતી રાયડુને આઉટ કર્યો. તે 23 રન બનાવીને  આઉટ થયો હતો. 14 ઓવર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સે ચાર વિકેટે 124 રન બનાવ્યા હતા
- 13 ઓવર બાદ ચેન્નઈ સુપર કિંગ્સે ત્રણ વિકેટે 117 રન બનાવ્યા. સુરેશ રૈનાએ સિક્સર સાથે ફિફ્ટી પૂર્ણ કર્યા.ત્યારે સુરેશ રૈના 50 અને અંબાતી રાયડુ 18 રન બનાવીને રમી રહ્યો છે.