11:35 PM, 9th Apr
- રોયલ ચેલેજર્સ બેંગલોરે આ મેચમાં બે વિકેટથી લગભગ જીત નોંધાવી છે ટીમ તરફથી સૌથી વધુ રન એબી ડિવિલિયર્સ(48) એ બનાવ્યા.
11:18 PM, 9th Apr
- મુંબઇના ઝડપી બોલર જસપ્રિત બુમરાહે શાનદાર બોલિંગ કરતા ટીમને એક વધુ સફળતા અપાવતા ડેન ક્રિશ્ચિયનને પેવેલિયનમાં મોકલ્યો. અહીંથી બેંગ્લોરનો જીતવાનો રસ્તો ખૂબ મુશ્કેલ થઈ ગયો છે.
11:15 PM, 9th Apr
- માર્કો જેનસને મૈક્સવેલ પછી શાહબાજ અહમદને આઉટ કરી બેંગલોર ટીમની કમર તોડી નાખી છે. આ સાથે આરસીબીની અડધી ટીમ પેવેલિયન પરત ફરી છે. ટીમને અહીથી હવે એબી ડિવિલિયર્સથી આશા છે.
- આઈપીએલ ડેબ્યુ કરનારા માર્કો જેન્સન શાનદાર બોલિંગ કરતા ટકીને રમી રહ્યા છે. ગ્લેન મૈક્સવેલને ક્રિસ લિનના હાથે કેચ આઉટ થયો. આ સાથે બેંગ્લોરની વિકેટ પડી ચુકી છે.
10:09 PM, 9th Apr
- 5 મી ઓવરના બીજા બોલ પર વોશિંગ્ટન સુંદર 10 રને આઉટ થયો. તે કૃણાલ પંડ્યાના બોલ પર આઉટ થયો હતો.
- આરસીબીનો સ્કોર 4 ઓવર પછી વિકેટ ગુમાવ્યા વિના 35 રન છે. વિરાટ કોહલી 18 અને વોશિંગ્ટન સુંદર 10 રન બનાવીને રમી રહ્યો છે.