શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 19 ફેબ્રુઆરી 2021 (13:06 IST)

ભરૂચના ખેડૂત પુત્ર લુકમાનની ક્રિકેટ સફર, 12 વર્ષની ઉંમરે છોડ્યું હતું ગામ

આઇપીએલની 14 માટે ખેલાડીઓની બોલી લગાવવામાં આવી હતી. આ વખતે નવા ચહેરાને તક મળી છે. આ વખતે ઓકશનમાં ગુજરાતીઓનો દબદબો રહ્યો છે. ગુજરાત ચેતેશ્વર પૂજારા, લુકમેન મેરીવાલા, રીપલ પટેલ અને ચેતન સાકરિયાની બોલી લગાવવામાં આવી હતી. ચેતેશ્વર પૂજારાને ચેન્નાઈ સુપરકિંગ્સે 50 લાખમાં ખરીદ્યો હતો. તો ભરૂચના ડાબોડી પેસ બોલર લુકમેન મેરીવાલાનો દિલ્હી કેપિટલે પોતાની ટીમ માટે પસંદગી કરી છે.

ભરૂચ તાલુકાના સરનાર ગામના ખેડૂત પુત્ર લુકમાન મેરિવાલાને IPL 21 માટે દિલ્હીની ટીમે રૂ. 20 લાખમાં ખરીદતા સરનાર સહિત ભરૂચ જિલ્લામાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. લુકમેન મેરીવાલાએ સૈયદ મુશ્તાક અલી ટી -20 માં 8 મેચમાં 6.52 ની ઈકોનોમીથી 15 વિકેટ ઝડપી હતી . 29 વર્ષના મેરીવાલાએ 17 ફર્સ્ટ ક્લાસ મેચ , 31 એ લિસ્ટ મેચ અને 44 ટી -20 મેચ રમી છે. 44 ટી -20 મેચમાં 6.72 ની ઈકોનોમીથી 3 વખત પાંચ વિકેટ મેળવી અને કુલ 72 વિકેટ ઝડપી છે.

લુકમાન મેરિવાલાના પિતા ઈકબાલભાઈ ખેડૂત છે અને માતા ગુહિણી છે. તેઓને 2 બહેનો અને 1 ભાઈ છે. તેમના લગ્ન પણ થઈ ગયા છે અને 3 વર્ષની દીકરી પણ છે.

બાળપણથી જ લુકમાનને ક્રિકેટનો જબરજસ્ત ક્રેઝ હતો. ક્રિકેટના શોખના દિવાના લુકમાન ધો. 10 સુધી અભ્યાસ કર્યા બાદ ક્રિકેટમાં કારકિર્દી બનાવવા 12 વર્ષની ઉંમરે વડોદરા પહોંચી ગયો હતો. તે 2003 થી વડોદરા ક્રિકેટ એકેડમી સાથે જોડાયેલો છે. વડોદરા તરફથી 40 જેટલી રણજી મેચ રમી ચુક્યા છે. પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી સિલેક્ટર્સનું ધ્યાન ખેંચી ચુક્યો છે. લુકમાન સ્પેસ બોલર છે. આ પહેલાં મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકત્તા નાઈટ રાઇડર્સ દ્વારા પણ તેને બોલાવવામાં આવ્યો હતો.