1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. Mansukh Vasava, BJP MP Resigns from Party

BJPમાં ભૂકંપ, ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આપ્યુ રાજીનામુ

બ્રિટન
ગુજરાતની રાજનીતિમાં મોટો ભૂકંપ જોવા મળ્યો છે. મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ C R Patilને લેખિતમાં રાજીનામું આપ્યું છે. અને એટલું જ નહીં પણ આ રાજીનામાંનો લેખિત પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.  ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ હાલ રાજીનામું આપ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રાજીનામાનો પત્ર મોકલી પણ દીધો છે. હાલ એવું પણ જાણવા મળી રહ્યું છે કે આગામી બજેટ સત્રમાં સાંસદ પદેથી રાજીનામું આપશે તેવા એંધાણ મળી રહ્યા છે.
 
 
તેમણે પત્રમાં જણાવ્યું છે કે ભાજપે મને મારી ક્ષમતાં કરતાં પણ ઘણું બધું આપ્યું છે. જે માટે પક્ષનો, પક્ષના કેન્દ્રીય નેતાગણનો હું આભાર માનું છું. મારાથી શક્ય હતી તેટલી મેં પક્ષમાં વફાદારી નિભાવી છે. પક્ષના મૂલ્યો, જીવનના મૂલ્યો પણ અમલમાં મુકવા કાળજી રાખી છે. પરંતુ આખરે તો હું પણ એક માનવી છું. મનુષ્યના નાતે જાણે અજાણે ભૂલો તો થતી હોય છે. મારી ભૂલના કારણે પક્ષને નુકસાન ના પહોંચે તે કારણસર હું પક્ષમાંથી રાજીનામું આપું છું. જે બદલ પક્ષ મને ક્ષમા કરે. બજેટ સત્ર દરમિયાન લોકસભા સભ્યપદેથી પણ સ્પીકરને રૂબરૂ મળીને હું રાજીનામું આપી દઈશ.
 
આગળનો લેખ
રજનીકાંત નહી બનાવે કોઈ પાર્ટી, રાજનીતિમાં આવ્યા વગર જ કરશે જનસેવા