મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 11 જાન્યુઆરી 2022 (10:49 IST)

Corona Gujarat Update - આજે રાજ્યમાં નોંધાયા 6097 કેસ, સુરતના આ વિસ્તાર રેડ ઝોનમાં

ગુજરાતમાં કોરોનાએ ફરી ચિંતાજનક સ્થિતિ ઉભી કરી દીધી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અધધધ રેકોર્ડ 6097 કેસ સામે આવ્યા છે. આજે બે વ્યક્તિઓના મોત થયા છે. કોરોનાની સારવાર બાદ 1539 લોકો સાજા થયા છે. રાજ્યમાં ઓમિક્રોનના 28 કેસ નોંધાયા છે. ગુજરાતના 31 જિલ્લામાંથી કોરોનાના કેસ સામે આવ્યા છે. નવા કેસ સાથે ગુજરાતમાં કુલ સંક્રમિતોનો આંકડો 8 લાખ 68 હજાર 301 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 8 લાખ 25 હજાર 702 લોકો સાજા થયા છે. તો કોરોનાને લીધે 10130 લોકોના મૃત્યુ થયા છે.

સુરતના છ વિસ્તારો રેડ ઝોન 
 
સુરતમાં કોરોના વાયરસ માથું ઊંચકી રહ્યો છે. હવે વધતા કેસના પગલે સુરતમાં છ વિસ્તારોમાં રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે તો સામે વરાછા અને ઉધના ઝોનમાં એક-એક વિસ્તાર હાઇરિસ્ક ઝોન જાહેર કરવાની ફરજ પડી છે. આ વિસ્તારો રેડઝોન અને હાઇરિસ્ક ઝોનમાં લોકોને બિનજરૂરી અવરજવર ટાળવા અપીલ કરવામાં આવી હતી. 
 
સુરતમાં કોરોનાની સ્થિતિ 
 
રાંદેર ઝોનમાં કોરોનાના 392 કેસ નોંધાયા હતા. અઠવા ઝોનમાં 382 કેસ નોંધાયા હતા તો  લીંબાયતમાં 247 કેસ અને ઉધનામાં 188 કોરોના કેસ નોંધાયા હતા. 
 
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વિસ્ફોટ
 
અમદાવાદ કોર્પોરેશનમાં 1893
સુરત કોર્પોરેશનમાં 1778
વડોદરા કોર્પોરેશનમાં 410
રાજકોટ કોર્પોરેશનમાં 191
ગાંધીનગર કોર્પોરેશનમાં 131
ભાવનગર કોર્પોરેશનમાં 93
જાનમગર કોર્પોરેશનમાં 47
જુનાગઢ કોર્પોરેશનમાં 33
સુરતમાં 144
નવસારીમાં 107
વલસાડમાં 251
કચ્છમાં 109
ભરૂચમાં 78
ખેડામાં 126
આણંદમાં 88
રાજકોટમાં 58
પંચમહાલમાં 25
ગાંધીનગરમાં 64
વડોદરામાં 60
અમદાવાદમાં 30
મોરબીમાં 51
નર્મદામાં 11
અમરેલીમાં 23
મહેસાણામાં 111
અરવલ્લીમાં 21
બનાસકાંઠામાં 18
પાટણમાં 17
ભાવનગરમાં 15
સુરેન્દ્રનગરમાં 19
ગીર સોમનાથમાં 30
મહિસાગરમાં 15
દાહોદમાં 24
જામનગરમાં 11
તાપીમાં 13
પોરબંદરમાં 6
છોટા ઉદેપુરમાં 3
બોટાદમાં 2
જુનાગઢમાં 11
ડાંગમાં 1
 
આમ કુલ રાજ્યમાં 6097 કેસ નોંધાયા છે જેમાં સુરતમાં એકનું મોત થયું છે.
 
રાજ્યમાં ઓમિક્રોનનો એકપણ કેસ નહી
કોરોના સાથે રાજ્યમાં ઓમિક્રોનના 22 કેસ નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 5, આણંદમાં 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 5, વડોદરા કોર્પોરેશનમાં 9, કચ્છમાં 2, ગાંધીનગરમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 2 એમ કુલ 28 નવા ઓમિક્રોનના કેસ નોંધાયા છે.  એમ કુલ 264 કેસ અત્યાર સુધી નોંધાયા છે. જ્યારે 223 લોકો સાજા થઇને ડિસ્ચાર્જ થયા છે.  
 
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 32469 થઈ ગઈ છે. જેમાં 29 દર્દી વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી સારવાર બાદ 825702 લોકો સાજા થઈ ચુક્યા છે. જ્યારે કોરોનાને લીધે 10130 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે 3,82,777 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 9 કરોડ 35 લાખ 01 હજાર 94 વેક્સીનના ડોઝ આપી દેવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. ગુજરાતના રિકવરી રેટ 95.09 ટકા થઈ ગયો છે.