1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 9 જાન્યુઆરી 2022 (20:20 IST)

Corona Gujarat Update - આજે કોરોનાના નવા કેસ 6 હજારને પાર, રોકેટ ગતિએ આ શહેરોમાં વધી રહ્યા છે કેસ

ગુજરાતમાં કોરોનાએ ફરી ચિંતાજનક સ્થિતિ ઉભી કરી દીધી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અધધધ રેકોર્ડ 6275 કેસ સામે આવ્યા છે. આજે એકપણ વ્યક્તિનું નિધન થયું નથી. કોરોનાની સારવાર બાદ 1263 લોકો સાજા થયા છે. રાજ્યમાં ઓમિક્રોનનો કેસ પણ સામે આવ્યા નથી. ગુજરાતના 33 જિલ્લામાંથી કેસ સામે આવ્યા છે. નવા કેસ સાથે ગુજરાતમાં કુલ સંક્રમિતોનો આંકડો 8 લાખ 62 હજાર 204 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 8 લાખ 24 હજાર 163 લોકો સાજા થયા છે. તો કોરોનાને લીધે 10128 લોકોના મૃત્યુ થયા છે.
 
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વિસ્ફોટ
 
અમદાવાદ કોર્પોરેશનમાં 2487
સુરત કોર્પોરેશનમાં 1696
વડોદરા કોર્પોરેશનમાં 347
રાજકોટ કોર્પોરેશનમાં 194
ગાંધીનગર કોર્પોરેશનમાં 154
ભાવનગર કોર્પોરેશનમાં 98
જાનમગર કોર્પોરેશનમાં 49
જુનાગઢ કોર્પોરેશનમાં 45
સુરતમાં 183
નવસારીમાં 118
વલસાડમાં 107
કચ્છમાં 70
ભરૂચમાં 68
ખેડામાં 67
આણંદમાં 64
રાજકોટમાં 60
પંચમહાલમાં 57
ગાંધીનગરમાં 53
વડોદરામાં 51
સાબરકાંઠામાં 35
અમદાવાદમાં 32
મોરબીમાં 29
નર્મદામાં 25
અમરેલીમાં 24
મહેસાણામાં 19
અરવલ્લીમાં 24
બનાસકાંઠામાં 12
દેવભૂમિ દ્રારકામાં 12
પાટણમાં 17
ભાવનગરમાં 11
સુરેન્દ્રનગરમાં 12
ગીર સોમનાથમાં 9
મહિસાગરમાં 9
દાહોદમાં 8
જામનગરમાં 8
તાપીમાં 7
પોરબંદરમાં 6
છોટા ઉદેપુરમાં 3
બોટાદમાં 2
જુનાગઢમાં 2
ડાંગમાં 1
 
આમ કુલ રાજ્યમાં 6275 કેસ નોંધાયા છે જેમાં સુરતમાં એકનું મોત થયું છે.
 
રાજ્યમાં ઓમિક્રોનનો એકપણ કેસ નહી
કોરોના સાથે રાજ્યમાં ઓમિક્રોનના એકપણ કેસ નોંધાયો નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 105, વડોદરા કોર્પોરેશન 35, આણંદમાં 23, સુરત કોર્પોરેશન 20, ખેડામાં 12, મહેસાણામાં 7, રાજકોટમાં 7, ગાંધીનગર કોર્પોરેશનમાં 5, કચ્છમાં 5, જામનગર કોર્પોરેશનમાં 4, ભરૂચમાં 4, બનાસકાંઠામાં 2, અમરેલીમાં 2, વડોદરામાં 1, પોરબંદરમાં 1, જુનાગઢ કોર્પોરેશનમાં 1, જામનગરમાં 1, અને અમદાવાદમાં 1 એમ કુલ 236 કેસ અત્યાર સુધી નોંધાયા છે. જ્યારે 186 લોકો સાજા થઇને ડિસ્ચાર્જ થયા છે.  
 
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 27913 થઈ ગઈ છે. જેમાં 26 દર્દી વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી સારવાર બાદ 824361 લોકો સાજા થઈ ચુક્યા છે. જ્યારે કોરોનાને લીધે 10128 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે 93467 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 9 કરોડ 31 લાખ 18 હજાર 817 વેક્સીનના ડોઝ આપી દેવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. ગુજરાતના રિકવરી રેટ 95.59 ટકા થઈ ગયો છે.